For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કિરણ અને કેજરીવાલ, બંનેએ અણ્ણાનો ઉપયોગ કર્યો'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 જાન્યુઆરી: કિરણ બેદીના ભાજપમાં સામેલ થવાથી જ્યાં દિલ્હીની ચૂંટણીમાં રસપ્રદ વળાંક આવી ગયો છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસને પણ હવે ભાજપ અને આપ પર પ્રહાર કરવા માટે નવો મસાલો મળી ગયો છે. અજય માકનના નેતૃત્વમાં કોંગ્રેસ દિલ્હીની ચૂંટણી લડવા જઇ રહી છે. સદર બજાર ચૂંટણી વિસ્તારથી ચૂંટણી લડવા જઇ રહેલા અજય માકને કિરણ બેદી અને અરવિંદ કેજરીવાલને તકવાદી ગણાવ્યા.

anna hazare
અજય માકને જણાવ્યું કે બંને નેતાઓએ ભ્રષ્ટાચાર વિરોધી અણ્ણા હઝારેનો ઉપયોગ રાજનૈતિક મહત્વકાંક્ષાઓની પૂર્તિ માટે કર્યો છે. જ્યારે બંનેને સફળતા ના મળી તો બંનેએ પોતાનો અસલી ચહેરો બતાવતા રાજનીતિમાં ઝંપલાવી દીધું. આશ્ચર્યની વાત એ છે કે જે રાજનીતિને તેઓ ગંદી કહેતા હતા આજે તેઓ પોતે ત્યાં જ ઊભા છે.

માકને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે 'કિરણ-કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેઓ ક્યારેય પણ ચૂંટણી રાજનીતિમાં સામેલ નહી થાય, પરંતુ તેમણે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો ઉપયોગ પોતાની મહત્વકાંક્ષાઓની પૂર્તિ માટે કર્યો.'

kejriwal
કોંગ્રેસ મહાસચિવ માકને જણાવ્યું કે કેજરીવાલ પોતાના એ વચનોને ભૂલી ગયા, જેમાં તેમણે ચૂંટણી જીતવા પર આમ આદમીની જેમ જીવન વ્યતીત કરવા, સરકારી ગાડીનો ઉપયોગ નહીં કરવા, સુરક્ષાકર્મીઓ નહીં લેવા, અને સરકારી બંગલો નહીં લેવાની વાત કહી હતી. વર્ષ 2013માં મુખ્યમંત્રી બન્યા બાદ કેજરીવાલે માત્ર કાર જ નહીં પરંતુ સરકારી બંગલો પણ લીધો.

kiran
માકને જણાવ્યું કે કેજરીવાલે જણાવ્યું હતું કે તેઓ સ્વરાજમાં વિશ્વાસ કરે છે અને કંઇ પણ કરતા પહેલા જનતાની સહમતિ લેશે, પરંતુ તેમણે લોકસભા ચૂંટણી લડવાની પોતાની મહત્વકાંક્ષાની પૂર્તિ માટે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું હતું, ત્યારે શું તેઓ લોકો પાસે સહમતિ માગવા ગયા હતા.

ajay maken
તેમણે જણાવ્યું કે કોંગ્રેસ આવતા અઠવાડીએ કેજરીવાલની વાદાખિલાફીને લઇને એક પુસ્તિકા જારી કરશે. માકને જણાવ્યું કે પુસ્તિકા કેજરીવાલ અને તેમની પાર્ટીનો પર્દાફાસ કરશે, તેમને યૂ-ટર્ન લેવાના રૂપમાં સામે લાવશે અને તેમના 49 દિવસના શાસનને દિલ્હીના લોકો માટે દુ:ખની વાર્તાથી પરિચિત કરાવશે.

English summary
Congress leader Ajay Maken, who will lead the party’s campaign for Delhi Assembly polls, said both Bedi and Arvind Kejriwal “used” Hazare for political gains and “backstabbed” him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X