For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના ઘરની ગટર સાફ કરી કેજરીવાલે શરૂ કર્યું સફાઇ અભિયાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ઓક્ટોબર: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 ઓક્ટોબરના અવસર પર દેશભરમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે. નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે અલગ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી. અરવિંદ કેજરીવાલે પોતાની સફાઇ અભિયાનની શરૂઆત વડાપ્રધાન આવાસ પાસે સફાઇ કરી. રેસકોર્સ રોડ પર વડાપ્રધાનના સરકાર આવાસ પાસે પોતાની પાર્ટીની સાથે તે સફાઇ કરવા પહોંચ્યા.

અરવિંદ કેજરીવાલે આજે સવારે પાર્ટી કાર્યકર્તાઓની સાથે રેસકોર્સ રોડ ક્ષેત્રમાં સ્થિત એક ગલીથી સફાઇ અભિયાન શરૂ કર્યું. રેસકોર્સ રોડ પર સફાઇ કર્યા બાદ અરવિંદ કેજરીવાલ પોતાની પાર્ટીના ધારાસભ્યોની સાથે બીઆર કેંપ પહોંચ્યા, જ્યાં તેમણે સફાઇ કર્મચારીની સફાઇ ચળવળમાં ભાગ લીધો.

kejriwal-with-broom

સફાઇ અભિયાનની શરૂઆત પહેલાં અરવિંદ કેજરીવાલે બધાને ગાંધી જયંતીની શુભેચ્છા પાઠવી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તમને જણાવી દઇએ કે વડાપ્રધાને આજે વાલ્મિકી સદન જઇને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી. રોચક તથ્ય છે કે આ વાલ્મિકી સદનમાં આમ આદમી પાર્ટીએ પોતાની પાર્ટીના ચૂંટણી ચિહ્ન ઝાડુની જાહેરાત કરી હતી.

English summary
Aam Aadmi Party leader Arvind Kejriwal started a separate cleanliness drive in Delhi. The former Delhi chief minister was early this morning seen cleaning the streets near the Prime Minister's residence at Race Course road.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X