નરેન્દ્ર મોદી સાથે નહીં ટકરાય કેજરીવાલ!
નવી દિલ્હી, 29 ડિસેમ્બરઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પર પોતાના સહયોગીઓનું દબાણ છે કે તે લોકસભા ચૂંટણી 2014 દરમિયાન ભાજપના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે ગુજરાતના મામલાઓને લઇને તેઓ ઘણા ગંભીર છે, પરંતુ તેઓ મોદી વિરુદ્ધ મેદાનમાં ઉતરતા અચકાઇ રહ્યાં છે. ગુજરાતમાં આપ પાર્ટીની યોજના 26 ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની યોજના છે. મોદી વિરુદ્ધ કેજરીવાલની ચૂંટણી લડવાની વાત પર પાર્ટીના કાર્યકર્તાઓનું કહેવું છે કે, હાં, પાર્ટીની અંદર એક ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે, કેજરીવાલે મોદીને પડકાર આપવો જોઇએ.

આ અંગે જ્યારે યોગેન્દ્ર યાદવ સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, કેજરીવાલ હાલ મુખ્યમંત્રી તરીકે દિલ્હી પર ફોકસ કરી કરશે. લોકસભા ચૂંટણી તેઓ નહીં લડે. યાદવે કહ્યું કે, કેજરીવાલ મોદી વિરુદ્ધ ચૂંટણી લડે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. આ અટકળો પાર્ટી બહારના લોકો લગાવી રહ્યાં છે, અંદરના નહીં. સમય બતાવશે કે આગામી રણનીતિ ગુજરાતમાં થશે કે ગુજરાતની બહાર. કેજરીવાલના સહયોગી દબાણ લાવી રહ્યાં છે કે, તે મોદી અને રાહુલ ગાંધીની એક સરખુ અંતર ના બનાવે, કારણ કે તેઓ જાણે છે કે મોદીની લડાઇ રાહુલ ગાંધી સાથે છે.












Click it and Unblock the Notifications
