For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવનારા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે આજે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે મનોજ સિસોદિયા અને ગોપાલ રાય સહિત કુલ 6 પ્રધાનોએ પણ શપથ લીધા હતા.

કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે બીજીવાર શપથ લીધા ત્યારે કેન્દ્રીય પ્રધાનો અને આમ જનતાને શપથવિધિમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેજરીવાલ સાથે જે 6 ધારાસભ્યોએ કેબિનેટ મિનિસ્ટર તરીકે શપથ લીધા તેમાં મનીષ સિસોદિયા, ગોપાલ રાય, સત્યેન્દ્ર જૈન, અસીમ અહમદ ખાન, સંદિપ કુમાર અને જિતેન્દ્ર તોમરનો સમાવેશ થાય છે.

arvind kejriwal

આ પૂર્વે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સત્યેન્દ્ર જૈને મંદિરમાં જઈ દર્શન કર્યા હતા, તેઓ ઉદ્યોગ અને આરોગ્ય મંત્રાલયનો હોદ્દો સંભાળવા જઈ રહ્યા છે.

શપથ ગ્રહણ સમારોહને પગલે રામલીલા મેદાનમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત કરાયો હતો. દિલ્હી પોલીસ અને પીડબલ્યૂડી વિભાગના હજારો કર્મચારીઓ કામે લાગ્યા છે. મેદાનમાં 76 સીસીટીવી કેમેરા લાગવાવમાં આવ્યા છે. બે નિરીક્ષણ યુનિટ બનાવ્યા છે, જેમાંથી એકમાં 51 કેમેરા અને બૂજામાં 25 કેમેરા રાખવામાં આવ્યા છે. આઈટીબીપી, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી અને દિલ્હી પોલીસના જવાનો અહીં તૈનાત છે.

રામલીલા મેદાનમાં 40 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. અંદાજે 20 હજાર લોકો ઉભા રહીને સમારોહ નિહાળ્યો હતો. આ સાથે 10 ફૂટ લાંબા અને 8 ફૂટ પહોળા 12 એલસીડી સ્ક્રીન સમગ્ર મેદાનમાં લગાવવામાં આવ્યા હતા.

English summary
Arvind Kejriwal oath ceremony as Chief Minister of New Delhi on February 14 with six other Cabinet ministers including Manish Sisodia and Gopal Rai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X