For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલની આજે જયપુરમાં રેલી, ઘોષણા પત્ર જાહેર કરશે

આમ આદમી પાર્ટી આજે રાજસ્થાનમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે.

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટી આજે રાજસ્થાનમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. રાજધાની જયપુરમાં રામલીલા મેદાનમાં આયોજિત આમ આદમી પાર્ટીની પહેલી ચૂંટણી રેલીમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. આ રેલીમાં પ્રદેશભરથી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

arvind kejriwal

આજે સીએમ અરવિંદ કેજરીવાલ બપોરે 12.30 વાગ્યે સાંગાનેર હવાઈ મથક પર ઉતરશે. હવાઈમથક થી સીએમ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નેતા અને કિસાન મહાપંચાયતના અધ્યક્ષ રામપાલ જાટને મળવા માટે તેમના અનશન સ્થળ પર જશે. અહીંથી તેઓ રામલીલા મેદાનના સભા સ્થળ પર જશે અને લોકોને સંબોધિત કરશે.

આ પણ વાંચો: કેજરીવાલની નવી સ્કીમ ડોર સ્ટેપ ડિલીવરી સેવામા પહેલા જ દિવસે આવ્યા 25000 કોલ

અરવિંદ કેજરીવાલની આ રેલી ખુબ જ મહત્વની છે. રાજસ્થાનમાં પહેલીવાર પોતાના દમ પર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટી રવિવારે આયોજિત કરવામાં આવેલી રેલીમાં પોતાનું ઘોષણા પત્ર જાહેર કરશે. આમ આદમી પાર્ટી અલ્વર, ભરતપુર, શ્રીગંગાનગર, હનુમાનગઢ, ચૂલું, અજમેર અને બીકાનેરને પોતાના પ્રભુત્વને આધારે અગત્યનું માની રહી છે.

English summary
Arvind Kejriwal will be holding his first election rally in Rajasthan on October 28.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X