• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેજરીવાલે સ્વીસ બેંકમાં કાળા નાણા અંગે કર્યો ઘટસ્ફોટ

|
arvind-kejriwal
નવી દિલ્હી, 9 નવેમ્બર : આજે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન અંતર્ગત અરવિંદ કેજરીવાલે સ્વીસ બેંકમાં રહેલા ભારતના કાળા નાણા અંગેનો ઘટસ્ફોટ એક પ્રેસ કોન્ફરન્સમાં કરતા કહ્યું કે સ્વીસ બેંકોમાં મોટી રકમ પડેલી છે. તે પાછી લાવી શકાય તેમ છે પણ રાજકારણીઓ એમ થવા દેશે નહીં.

કેજરીવાલે આ અંગે જણાવ્યું કે "ભાજપે કહ્યું હતું કે ખુલાસાવાળાઓની સાપ્તાહિક બજાર ભરાય છે. કોંગ્રેસ અને ભાજપમાં ઘમાસાન શરૂ થઇ ગયું છે. લોકો એકબીજાની પોલ ખોલી રહ્યા છે. તાજેતરના રિશફલમાં એક મંત્રીનો ખુલાસો આવ્યો કે રોબર્ટ વાઢેરાની તપાસ તમે ચાલુ રાખજો."

આજે જે વાત કરીશું તે કોંગ્રેસના એક અગ્રણી નેતાએ અમને આપી છે. અમે તેનું ક્રોસ ચેકિંગ કરાવ્યું છે. દેશમાં કાળા નાણાંની ખૂબ વાતો થાય છે. સ્વીસ બેંકમાં જમા રૂપિયા અંગે પણ અનેક ક્યાસો લગાવવામાં આવે છે.

અમારી પાસે એવા કાગળો છે કે જે દર્શાવે છે કે સ્વીસ બેંકમાં રહેલું દેશનું કાળું નાણું જો સરકાર ઇચ્છે તો ભારતમાં પાછું આવી શકે છે. પણ ભારતના નેતાઓ આમ કરશે નહીં. સ્વીસ બેંકમાં 25 લાખ કરોડ રૂપિયા જમા છે. દેશની આર્થિક પ્રભુતા કેવી રીતે જોખમમાં છે અને કોના નાણા સ્વીસ બેંકમાં જમા છે તેની વાત કરીશું.

અમને એક સીડી મળી છે, જેમાં સ્વીસ બેંકમાં આવેલી એચએસબીસીની જીનિવા બ્રાન્ચમાં 700 ભારતીયોના એકાઉન્ટ્સ છે. ફ્રાન્સ સરકારે જુલાઇ 2011માં આ યાદી ભારત સરકારને આપી હતી. તેમાં ડિસેમ્બર, 2006માં કોની કેટલી રકમ જમા હતી તે જણાવેલું હતું.

મુકેશ અંબાણી - 100 કરોડ રૂપિયા

અનિલ અંબાણી - 100 કરોડ રૂપિયા

મોર્ટેક્સ સોફ્ટવેર પ્રા.લિ. - 2100 કરોડ રૂપિયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. - 500 કરોડ રૂપિયા

સંદીપ ટંડન - 125 કરોડ (ઇન્કમ ટેક્સના અધિકારી હતા) રૂપિયા

અનુ સંદીપ ટંડન - 125 કરોડ (ઉનાવથી કોંગ્રેસના એમપી છે) રૂપિયા

કોકિલા ધીરુભાઇ અંબાણી - ડિસે. 2012માં કોઇ બેલેન્સ નહીં

નરેશ કુમાર ગોયલ - 80 કરોડ રૂપિયા

આનંદ, રતન, પ્રદીપ ચંદન - ડાબર ફેમિલી

બિરલા ફેમિલીની પણ રકમ

સીબીઆઇ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે સ્વીસ બેંકમાં 25 લાખ કરોડની રકમ છે. 700 લોકોના બેંક એકાઉન્ટમાં રકમ 6000 કરોડની હતી.સરકાર આ લોકોને બચાવવા માટે પ્રયાસ કરે છે. 28 જુલાઇ, 2011ના રોજ ઇન્કમ ટેક્સ અધિકારીઓએ રેડ કરતા ત્રણ લોકોએ કબૂલાત કરી હતી. તેમણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને સ્ટેટમેન્ટ્સ પણ આપ્યા હતા. સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે

સ્વીસબેંકમાં એકાઉન્ટ ખોલાવવનું ખૂબ સરળ, એસબીઆઇમાં એકાઉન્ટ ખોલાવવું અઘરું. બપોરે ફોન કરો અને સાંજે સ્વીસ બેંકમાં તમારું એકાઉન્ટ ખૂલી જશે. તેને ઓપરેટ કરવા માટેની પ્રક્રિયા પણ ખૂબ સરળ છે. બધું કામ ફોન પર થાય છે.

દુઃખની બાબત એ છે કે 700માંથી નાના ગણી શકાય એવા 100 લોકોને ત્યાં જ રેઇડ પડી હતી. બાકીના લોકો, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, યશોવર્ધન બિરલા વગેરેને ત્યાં શા માટે રેઇડ ના પડી? પ્રણવ મુખરજી ભલે રાષ્ટ્રપતિ બની ગયા પણ તેમણે જવાબ આપવો પડશે કે રેઇડ કોને પાડવી તેનો નિર્ણય કયા માપદંડોના આધારે લેવાતો હતો?

નાણા મંત્રાલયના સૂત્રોએ અમને માહિતી આપી હતી કે મુકેશ અંબાણી જુલાઇમાં પ્રણવ મુખરજીને મળવા આવ્યા હતા અને કહ્યું હતું કે ઇચ્છો એટલા નાણા લઇ લો પણ રેઇડ ના પડાવશો.

બીજો મુદ્દો એ છે કે એસએસબીસી ખૂબ સરળતાથી નાણા હેરફેર કરી આપે છે. તેના દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપતા જૂથોને પણ નાણા મોકલી શકાય છે. ડ્રગ્સ માટે નાણાની હેરફેર થાય છે. તે ટ્રાન્સફર કર્યા વગર પૈસા ફેરવી આપે છે. અમેરિકાના રિપોર્ટમાં આમ કહેવામાં આવ્યું છે.

ભારત સરકાર ઇચ્છે તો એચએસબીસીના ઓપરેશન્સને બંધ કરાવી શકાય છે. બેંક પાસેથી લિસ્ટ મેળવી શકાય છે. અન્ય દેશોમાં પણ કાયદો છે કે અન્ય દેશોની બેંક પાસેથી માહિતી મેળવવામાં આવે છે કે કયા લોકોના એકાઉન્ટ છે, તેમાં કેટલા નાણા છે.

એચએસબીસીના મેનેજરની અટકાયત કરી તેમની સામે કેસ ચલાવવામાં આવે. એચએસબીસીને કહેવામાં આવે તે બધા જ બેંક એકાઉન્ટની વિગતો જાહેર કરવામાં આવે. 700માંથી મુકેશ અને અનિલ અંબાણી સહિતના લોકોને ત્યાં ઇન્કમ ટેક્સ રેઇડ કરાવવામાં આવે. એચએસબીસીના ભારતમાં 32000 કર્મચારીઓ છે. તેમને નિવેદન છે કે એચએસબીસી માહિતી જાહેર ના કરે તો કર્મચારીઓ નોકરી છોડી દે અને દેશમાં રોજગારની અન્ય તકોમાં જોડાય.

English summary
Arvind kejriwal's big expose on black money in Swiss Bank.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more