For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલે કહ્યું- 'આ મારી પત્ની છે, જે તમારી સામે આવતા ડરતી હતી! '

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: આજે દિલ્હીના ઇતિહાસમાં અનોખી ઘટના ગઇ છે, આજે દિલ્હી વિધાનસભાના પરિણામો જાહેર થયા. અરવિંદ કેજરીવાલના ઝાડુએ રાજ્યમાં એવી સફાઇ કરી છે જેની કલ્પના કોઇએ પણ ન્હોતી કરી. પોતાની જીતનો શ્રેય સામાન્ય લોકોને આપ્યો અને જણાવ્યું કે આ સત્ય અને ઇમાનદારીની જીત છે.

દિલ્હી વિધાનસભાના પરિણામો સામે આવતા એવું લાગી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલના આમ આદમીએ તમામ દિગ્ગજ પાર્ટીઓ પર પોતાનું ઝાડું ફેરવી દીધું છે. આમ આદમી પાર્ટીને એક્ઝિટ પોલ કરતા પણ બેગણી 67 બેઠકો મળી છે, જ્યારે ભાજપ માત્ર 3 બેઠકો પર જ જીત નોંધાવી શકી છે, તેમજ કોંગ્રેસ એક બેઠક પર પોતાની જીત નોંધાવી શકી નથી. આ રીતે આમ આદમી પાર્ટીએ દિલ્હીને કોંગ્રેસ મૂક્ત બનાવી દીધું છે. જોકે કેજરીવાલે પાર્ટીના કાર્યકર્તાઓને જણાવ્યું કે અંહકાર કોઇએ કરવો નહીં.

kejriwal
કેજરીવાલે સમર્થકોને જણાવ્યું કે 'મિત્રો આ સત્યની જીત છે. જ્યારે આપણે સત્યના માર્ગ પર ચાલીએ છીએ ત્યારે જીત ચોક્કસ મળે છે.' કેજરીવાલે આ પ્રસંગે પહેલીવાર પોતાની પત્નીને લોકો સામે લાવ્યા અને તેમનો પરિચય કરાવ્યો. તેમણે જણાવ્યું કે 'આ મારી પત્ની છે, તેં હંમેશા મારી સાથે તમારી સામે આવતા ડરે છે કેમકે તે સરકારી નોકરી કરે છે. તેને ભય હતો કે સરકાર તેની વિરુદ્ધ એક્શન લેશે. આજે હું તેને ખેંચીને લઇને આવ્યો છું, કે ચલ હવે તારા વિરુદ્ધ કોઇ એક્શન નહી લે.'

કેજરીવાલે પોતાના પિતા સાથે પણ લોકોનો પરિચય કરાવ્યો અને કહ્યું કે આ મારા પિતાજી છે. જેમનો મારી સાથે આશિર્વાદ છે. પરિવારના સાથ અને આશિર્વાદ વગર હું કોઇ કામ ના કરી શકત. હું એકલો કામ કરી શકું તેમ નથી મને તમારા સમર્થન જરૂર છે.'

English summary
AAP convener Arvind Kejriwal Said, 'meet this is my wife...!'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X