For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાહુલ-મોદીની ચૂંટણી હતી, આપણી નહિ એટલા માટે હાર્યાઃ કેજરીવાલ

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા.

|
Google Oneindia Gujarati News

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. કેજરીવાલે કહ્યુ કે પાર્ટી કાર્યકર્તાઓએ લોકસભા ચૂંટણીના પરિણામોથી નિરાશ થવાની જરૂર નથી. જનતાએ આપણને એટલા માટે મત નથી આપ્યા કારણકે તેમે લાગ્યુ કે આ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે ચૂંટણી છે નહિ કે કેજરીવાલની ચૂંટણી. વિધાનસભામાં આપણને ફરીથી મત મળશે કારણકે લોકો આપણા કામથી ખુશ છે. લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર એક સીટ પર જીત મળી છે, 2014માં તેમણે ચાર સીટો જીતી હતી. આપ દીલ્લીની સાતે સીટો હારી ગઈ છે.

kejriwal

પંજાબી બાગમાં આયોજિત કાર્યકર્તા સંમેલન દરમિયાન કેજરીવાલે કહ્યુ કે લોકસભા ચૂંટણીનું પોતાનું દુઃખ ખતમ કરો, સ્માઈલ કરો અને 2020ની તૈયારી કરો. કેજરીવાલે કહ્યુ કે દુઃખી થવાની જરૂર નથી, જનતા દિલ્લીની સરકારની પ્રશંસા કરી રહી છે, પોતાના કૉલર ઉપર કરો અને જનતા વચ્ચે જાઓ અને કહો કે મોટી ચૂંટણીમાં જે કર્યુ એ કર્યુ, હવે નાની ચૂંટણી આવી રહી છે આપને મત આપો. ગઈ વખતે આમ આદમી પાર્ટીને 54 ટકા મત મળ્યા હતા, આ વખતે આ રેકોર્ડ તૂટશે.

કેજરીવાલે કહ્યુ આપણે લોકસભા ચૂંટણીમાં સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર ઉભા કર્યા. દેશભરમાં ચર્ચા થઈ કે જુઓ કેટલા કામ કરનારા અને ભણેલા ગણેલા લોકો છે. હાર બાદ પણ તેમના વિશે લખવામાં આવી રહ્યુ છે. આપણે ચૂંટણી પણ સારી રીતે લડ્યા. ઘણા કાર્યકર્તાઓએ રાત દિવસ એક કરીને ચૂંટણી લડી. જે પરિણામ આવ્યા તે આશાને અનુરૂપ નથી પરંતુ નિરાશ થવાની જરૂર નથી.
કેજરીવાલે કહ્યુ કે આપણા નેતાઓ અને અને મારા પોતાના પર પણ સીબીઆઈની રેડ પડી પરંતુ ભ્રષ્ટાચારના કોઈ પુરાવા મળ્યા નહિ. આજે દિલ્લીમાં સારુ શિક્ષણ છે, સારી આરોગ્ય સેવાઓ છે, આપણે પાર્ટીના સિદ્ધાંતો પર ઉભા છીએ. સાડા ચાર વર્ષોમાં આપણે દિલ્લી માટે ખૂબ કામ કર્યુ છે. એવામાં કાર્યકર્તાઓએ નિરાશ થવાની જરૂર નથી. લોકો આપણને પસંદ કરે છે અને વિધાનસભામાં ફરીથી મત આપશે.

આ પણ વાંચોઃ 2019માં બધા ચૂંટણી પંડિતો ખોટા સાબિત થયા, જીતને પચાવવાની તાકાત હોવી જોઈએઃ પીએમ મોદીઆ પણ વાંચોઃ 2019માં બધા ચૂંટણી પંડિતો ખોટા સાબિત થયા, જીતને પચાવવાની તાકાત હોવી જોઈએઃ પીએમ મોદી

English summary
arvind kejriwal said to aap workers that start work for assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X