For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલે કહ્યું દિલ્હી પોલીસની સહમતિથી ચાલે છે સેક્સ રેકેટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જાન્યુઆરી: ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે અને દિલ્હી પોલીસ કમિશ્નર સાથે થયેલી વાતચીત નિષ્ફળ થયા બાદ અરવિંદ કેજરીવાલનો ગુસ્સો રસ્તા પર ફૂટી નિકળ્યો છે. રેલ ભવનની બહાર જનતાને સંબોધિત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હી પોલીસ જનતાને સુરક્ષા આપી શકતી નથી, તેની છત્રછાયામાં સેક્સ રેકેટ ચાલે છે. તેમને કહ્યું હતું કે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં સેક્સ અને ડ્રગ્સ રેકેટ ચાલે છે અને આ બધુ પોલીસની મરજીથી ચાલે છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હું પોલીસને જણાવવવા માંગું છું કે બે પ્રકારના બળાત્કાર થાય છે, એક જેમાં બળજબરી પૂર્વક છોકરી સાથે બળાત્કાર ગુજારવામાં આવે છી અને બીજો શારીરિક સંબંધ બનાવીને તેને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે. દિલ્હીમાં અલગ-અલગ રાજ્યોમાંથી છોકરીઓ લાવવામાં આવે છે અને વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવે છે. આ બધુ પોલીસ જાણે છે કે શું થઇ રહ્યું છે. તાજું ઉદાહરણ એ છે કે આપણા કાયદા મંત્રીએ પોલીસન વિસ્તારમાં જઇને જણાવ્યું હતું કે આ સેક્સ રેકેટ ચાલી રહ્યું છે, તો પણ એસએચઓ અને ડીસીપીએ ના તો રેડ પાડી ના તો ધરપકડ કરી.

arvind-kejriwal-622

મહિલાને સળગાવી દેવામાં આવી પોલીસની બેદરકારી

થોડા દિવસો પહેલાં એક મહિલાને 11 જાન્યુઆરીને રાખીએ જણાવ્યું હતું કે તેના સાસરીવાળાઓથી તેને જીવનું જોખમ છે. રાખી બિડલાએ દિલ્હી પોલીસ કમિશ્નર અને વિસ્તારના ડીસીસીપીને પત્ર લખ્યો પરંતુ કોઇએ ધ્યાન ન આપ્યું, 13 જાન્યુઆરીના રોજ મહિલાને સળગાવી દેવામાં આવી. તે આજે સફદરજંગ હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહી છે. ધટનાના દિવસે જ્યારે રાખી બિડલા પહોંચી, તો સામે ઉભેલા પોલીસવાળાઓ સાસરીવાળાઓની ધરપકડ કરવાની મનાઇ કરી દિધી.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હું આ વખતે 10 દિવસના ધરણાની તૈયારી સાથે આવ્યો છું. જ્યાં સુધી જવાબદાર એસએચઓની બદલી કરવામાં આવતી નથી, ત્યાં સુધી હું ધરણા પરથી હટીશ નહી.

અમેરિકાને ફોલો કરી રહ્યાં છે શિંદે

સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે કેસ કોર્ટમાં ચાલ્યો છે, તેની ન્યાયિક તપાસ ચાલું છે. જ્યાં સુધી તપાસ પુરી ન થાય જાય, ત્યાં સુધી એસએચઓ પર કાર્યવાહી ન કરી શકાય. દિલ્હીમાં કાનૂન વ્યવસ્થા પર શિંદેએ કહ્યું હતું કે દિલ્હી પોલીસ તેમના ટચમાં છે અને પળપળની ગતિવિધિઓની માહિતી લેતા રહે છે. સુશીલ કુમાર શિંદેને પૂછવામાં આવ્યું કે દિલ્હી પોલીસને દિલ્હી સરકારના ક્ષેત્રમાં કેમ કરવામાં ન આવે, તો સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે આ પ્રથા કેટલાક દેશોમાં છે કે રાજધાની સુરક્ષા કેન્દ્રના હાથોમાં રહે છે. તમે અમેરિકાના વોશિંગ્ટન ડીસીને જ લઇ લો, ત્યાં પોલીસ સીધી વ્હાઇટ હાઉસને રિપોર્ટ કરે છે.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal reached Rail Bhavan where meeting with Home Minister Sushil Kumar Shinde have been failed. He said that sex rackets in Delhi and police know everything.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X