For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ આજે નિતિન ગડકરી ગડકરીની 'પોલ' ખોલશે?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nitin-gadkari-arvind-kejriwal
નવી દિલ્હી, 17 ઑક્ટોબર: રોબર્ટ વાઢેરા, સલમાન ખુર્શીદ અને હવે ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરીનો વારો છે. ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના અરવિંદ કેજરીવાલ આજે ગડકરીના આરોપોને લઇને સનસનીખેજ ખુલાસો કરી શકે છે. કેજરીવાલના સંભવિત ખુલાસા લઇને ભાજપમાં બેચેની છે તો બીજી તરફ વાઢેરા અને ખુર્શીદના મુદ્દે ઘેરાયેલી કોંગ્રેસ સરકાર તેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહી છે.

ઇન્ડિયા અગેન્ટ કરપ્શને થોડાં દિવસો પહેલાં સંકેત આપ્યા હતાં કે આગામી એક-બે દિવસોમાં ભાજપના નેતાઓની પોલ ખોલશે. કહેવામાં આવે છે કે કેજરીવાલ આજથી ભાજપ વિરૂદ્ધના અભિયાનની શરૂઆત કરી શકે. નિતિન ગડકરી પર સિંચાઇ કૌંભાડના આરોપો લગાવનાર અંજલિ દમાનિયાના જણાવ્યા અનુસાર બુધવારે અરવિંદ કેજરીવાલ ગડકરી વિરૂદ્ધ આરોપ પત્ર રજૂ કરશે.

આ નિવેદન પછી ભાજપના નેતા આ મુદ્દે સતત નજર રાખી રહ્યાં છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના સંકેતોથી સ્પષ્ટ છે કે તે નિતિન ગડકરીને પોતાનો નિશાનો બનાવી શકે છે અને બની શકે છે આ આરોપો-પ્રત્યારોપો મહારાષ્ટ્ર સિંચાઇ કૌંભાડ સાથે જોડાયેલ હોઇ શકે.

આ મુદ્દે કેજરીવાલને જવાબ આપવા માટે કોઇ રણનીતિ નક્કી કરવામાં આવી નથી. આ મુદ્દે કેજરીવાલનું નિવેદન આવશે ત્યારબાદ જોયું જશે કે તેનો કેવી જવાબ આપવો. જો કે પાર્ટીના નેતાઓનું માનવું છે કે સિંચાઇ મુદ્દે કંઇ સામે આવશે તો ખાસ મહત્વ આપવામાં આવશે નહી કારણ કે આ મુદ્દો પહેલાં જ સામે આવી ગયો છે અને પાર્ટી અધ્યક્ષ નિતિન ગડકરીએ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દિધી છે.

પાર્ટીનું માનવું છે કે કેજરીવાલ પાસે તેમના નેતાઓ વિરૂદ્ધ એવું કંઇ પણ નથી જેના કારણે તે હિરો બની શકે. જો કેજરીવાલ છૂટાછવાયા આરોપો લગાવે છે તો પાર્ટીના મોટાભાગના લોકોનું કહેવું છે કે તેને વધારે લક્ષ્ય આપવામાં ન આવે.

English summary
Anjali Damania, an India Against Corruption activist best known for being the whistle blower of the Maharashtra irrigation scam has dropped a massive bombshell by confirming that the ‘next big expose’ would be against the BJP’s President Nitin Gadkari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X