For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Air Pollution: ફરીથી ગેસ ચેમ્બર બની દિલ્લી, CJI એનવી રમન્નાએ 2 દિવસના લૉકડાઉનનુ આપ્યુ સૂચન

શનિવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાએ કેન્દ્ર સરકારને દિલ્લીમાં 2 દિવસના લૉકડાઉન પર વિચાર કરવા માટે કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્લી એક વાર ફરીથી ગેસ ચેમ્બર બની ગઈ છે. વધતી ઠંડી વચ્ચે સતત ખરાબ થતી હવાને જોતા શનિવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાએ કેન્દ્ર સરકારને દિલ્લીમાં 2 દિવસના લૉકડાઉન પર વિચાર કરવા માટે કહ્યુ છે. દિલ્લીમાં સતત ઝેરી થતી હવા સામે સુપ્રીમ કોર્ટે એક જનહિત અરજી દાખલ કરી હતી જેના પર સીજેઆઈ એનવી રમનાએ લૉકડાઉનનુ સૂચન આપ્યુ. આ ઉપરાંત ન્યાયલયે પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરીને કેન્દ્રને ફટકાર પણ લગાવી.

coronavirus

સુપ્રીમ કોર્ટના ગુસ્સો દિલ્લી સરકાર પર પણ ફૂટ્યો છે. ન્યાયાલયે કહ્યુ છે કે તમે માત્ર ખેડૂતોના વાયુ પ્રદૂષણ માટે જવાબદાર ગણાવી રહ્યા છો પરંતુ તે માત્ર 40 ટકા જ જવાબદાર છે. પ્રદૂષણ માટે દિલ્લીના લોકોને કંટ્રોલ કરવા માટે તમે શું પગલાં લીધા. વાહનથી ફેલાતા પ્રદૂષણ અને ફટાકડાનુ શું? સુપ્રીમ કોર્ટે દિલ્લીની સ્થિતિ પર કેન્દ્ર અને દિલ્લી સરકારને કહ્યુ કે આને રાજનીતિથી પરે જુઓ અને તેનો ઈમરજન્સી ઉપયોગ કરો.

ઘરમાં પણ માસ્ક પહેરવાની જરુર

ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્લીમાં આજે એટલે કે 13 નવેમ્બરે એર ઈંડેક્સમાં હવાની ક્વૉલિટી ગંભીર શ્રેણીમાં છે. દિલ્લીમાં એર ઈંડેક્સ 499 છે. અરજી પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આપણે હવે ઘરમાં માસ્ક પહેરવાની જરુર છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યુ કે વાયુ પ્રદૂષણ સામે તેમણે શું પગલાં લીધા છે? સીએસીએ કેન્દ્રને કહ્યુ, તમે કહો છો કે પરાલી બાળવા માટે 2 લાખ મશીનો ઉપલબ્ધ છે અને બજારમાં 2-3 પ્રકારના મશીનો ઉપલબ્ધ છે પરંતુ ખેડૂતો તેને ખરીદી નથી શકતા તો કેન્દ્ર કે રાજ્ય સરકારો ખેડૂતોને આ મશીનો કેમ નથી આપી શકતા?

બે દિવસનુ લૉકડાઉન લગાવી શકીએ છીએ?

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યુ, 'અમને જણાવો કે આપણે એક્યુઆઈને 500થી કમસે કમ 200 પોઈન્ટ કેવી રીતે ઘટાડી શકીએ. અમુક જરુરી ઉપાય કરો. શું તમે બે દિવસના લૉકડાઉન કે કંઈક બીજા વિશે વિચારી શકો છો? લોકો આ રીતે કેવી રીતે રહી શકે છે? નાના બાળકોને આ હવામાનમાં સ્કૂલે જવાનુ છે, આપણે તેમને આ બતાવી રહ્યા છે. આ દરમિયાન ડૉ. ગુલેરિયા(એઈમ્સ) કહ્યુ કે આપણે તેમને પ્રદૂષણ, મહામારી અને ડેંગ્યુના સંપર્કમાં લાવી રહ્યા છે.'

દિલ્લીમાં વાયુ પ્રદૂષણ પર ન્યાયાલયે આગળ કહ્યુ, 'દિલ્લીમાં વાયુ ગુણવત્તા ગંભીર શ્રેણીમાં છે અને આવતા 2થી 3 દિવસમાં તે વધુ થઈ જશે. કંઈક એવુથવુ જોઈએ જેનાથી 2-3 દિવસમાં આપણે સારુ અનુભવી શકીએ.' સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્રને કહ્યુ કે આજની બેઠકમાં વાયુ પ્રદૂષણની ઈમરજન્સીની સ્થિતિ પર ધ્યાન આપવુ પડશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્લી સરકારને પૂછ્યુ કે સ્મૉગ ટાવર અને ઉત્સર્જન નિયંત્રણ પરિયોજનાઓને સ્થાપિત કરવાના તેના નિર્ણયનુ શું થયુ?

English summary
As air turns toxic Chief Justice of India asks govt to consider a 2 day lockdown in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X