For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખરાબ હવામાન છતાં 1007 શ્રધ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

ભારે વરસાદ અને ખરાબ હવામાન છતાં ગુરુવારે 1007 શ્રધ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા અને પોતાની સલામતીની પ્રાર્થના કરી.

|
Google Oneindia Gujarati News

ભારે વરસાદ અને ખરાબ હવામાન છતાં ગુરુવારે 1007 શ્રધ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા અને પોતાની સલામતીની પ્રાર્થના કરી. તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રામા મુશ્કેલી સર્જાઈ હતી જેને કારણે યાત્રા વચમાં જ રોકી દેવામાં આવી હતી. ભારે વરસાદને કારણે બાલટાલ ટ્રેક ખરાબ થઈ ગયો હતો. જેના કારણે શ્રધ્ધાળુઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તે પોત પોતાના કેમ્પમા ચાલ્યા જાય.

shiva

હાલમાં જો કે સ્થિતિ નિયંત્રણમા છે પરંતુ હજુ પણ અહીં હવામાન ખરાબ છે. હવામાનના મિજાજને જોતા આજે પહેલગામ તેમજ બાલટાલથી પવિત્ર ગુફા તરફ જૂથ મોકલવાનો નિર્ણય લેવામાં આવશે. આ તરફ જમ્મુમાં આધાર શિબિર યાત્રી નિવાસ ભગવતી નગરથી સવારે ઝરમર વરસાદમાં નીકળેલુ 3434 શ્રધ્ધાળુઓનું બીજુ જૂથ સાંજે બાલટાલ તેમજ પહેલગામ પહોંચી ગયુ હતુ.

તમામ અધિકારીઓને આ રુટ ફરીથી રિપેર કરવા માટે કાર્યરત કરી દેવામાં આવ્યા છે જેથી આ રસ્તે ફરીથી અવરજવર થઈ શકે. તમને જણાવી દઈએ કે વિશ્વ પ્રસિધ્ધ અમરનાથ યાત્રા માટે શ્રધ્ધાળુઓનુ પહેલુ જૂથ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સાથે બુધવારની સવારે જમ્મુના ભગવતીનગર આધાર શિબિરથી રવાના થયુ હતુ. યાત્રીઓનું આ પહેલુ જૂથ કાશ્મીરના બે આધાર શિબિરો બાલટાલ અને પહેલગામથી રવાના થયુ હતુ. આ જૂથમાં કુલ 1904 શ્રધ્ધાળુઓ છે જેમાં 1554 પુરુષ, 320 મહિલાઓ અને 20 બાળકો છે. આ યાત્રા 26 ઓગસ્ટે પૂરી થશે.

English summary
As many as 1,007 pilgrims paid obeisance at the Amarnath shrine on the first day on Thurdsay.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X