For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે દેખાશે ‘સ્ટ્રોબેરી મુન': ચાંદની વિખેરાશે, જોનારા પણ થશે ગુલાબી

આજે આપને આકાશમાં ‘સ્ટ્રોબેરી મુન' જોવા મળશે જે આકારમાં મોટો, ગુલાબી અને ખૂબ જ સુંદર હશે. આને ‘સ્ટ્રોબેરી મુન' નામ આપવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ખગોળીય ઘટનાઓ હંમેશાથી લોકોને આકર્ષિત અને પ્રભાવિત કરતી આવી છે. આજે આવી જ એક ઘટના ઘટવાની છે જે આપને રોમાંચિત કરી દેશે. વાસ્તવમાં, આજે આપને આકાશમાં 'સ્ટ્રોબેરી મુન' જોવા મળશે જે આકારમાં મોટો, ગુલાબી અને ખૂબ જ સુંદર હશે. આને 'સ્ટ્રોબેરી મુન' નામ આપવામાં આવ્યુ છે કારણકે આનો રંગ થોડો 'સ્ટ્રોબેરી જેવો હશે કે જે જોનારાને પણ ગુલાબી કરી દેશે. નાસાના જણાવ્યા પ્રમાણે આજે આખી દુનિયા આ અનોખી ઘટનાની સાક્ષી બનશે.

‘સ્ટ્રોબેરી મુન' કોને કહેવાય?

‘સ્ટ્રોબેરી મુન' કોને કહેવાય?

જૂનમાં પૂનમાં દિવસે નીકળતા ચંદ્રને ‘સ્ટ્રોબેરી મુન' કહેવામાં આવે છે. ક્યાંક ક્યાંક તો તેને ‘હોટ મુન' કે ‘હની મુન' પણ કહેવામાં આવે છે. ખૂબ જ અનોખા ‘સ્ટ્રોબેરી મુન' ને જોવાનું ઘણા વર્ષો બાદ સંભવ બન્યુ છે. ખેડૂતોના પંચાંગ અનુસાર સ્ટ્રોબેરી ઉગાડવાની સિઝન એટલે કે જૂન મહિનામાં પૂર્ણ ચંદ્ર દેખાવાને ‘સ્ટ્રોબેરી મુન' કહેવામાં આવે છે. વાસ્તવમાં આ સ્થાનિક અમેરિકી નામ છે કે જે સિઝનના આધારે રાખવામાં આવ્યુ છે.

સિઝનના આધાર પર રાખવામાં આવ્યા છે નામ

સિઝનના આધાર પર રાખવામાં આવ્યા છે નામ

જાન્યુઆરીના પૂર્ણ ચંદ્રનું નામ વુલ્ફ મુન છે. ફેબ્રુઆરી સ્નો મુન, માર્ચ વોર્મ મુન, મે ફ્લાવર મુન છે, જૂન ‘સ્ટ્રોબેરી મુન' છે, જુલાઈ બક મુન છે, ઓગસ્ટ સ્ટર્જજન મુન છે, સપ્ટેમ્બર કોર્ન મુન છે, ઓક્ટોબર હંટર મુન છે, નવેમ્બર બીવર મુન છે અને ડિસેમ્બર કોલ્ડ મુન છે. શરૂઆતમાં મૂળ અમેરિકન જનજાતિઓએ જૂલિયન કે ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ કરીને સમય રેકોર્ડ કર્યો નહોતો. તેની જગ્યાએ સિઝન પર નજર રાખવા માટે ચંદ્રમાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એટલા માટે આ નામ આપવામાં આવ્યા છે.

‘હની મુન'

‘હની મુન'

ખગોળશાસ્ત્ર મુજબ જ્યારે સૂર્ય ઉચ્ચ અને ચંદ્રમા નિમ્ન સ્થિતિમાં હોય છે ત્યારે પૂર્ણ ચંદ્રમાંની રોશનીમાં તેના પર સૂર્યનો ગોલ્ડન શેડ આવે છે જેને ‘હની મુન' કહેવામાં આવે છે જે ખૂબ જ સુંદર હોય છે.

ધર્મ પણ કહે છે ઘણુ બધુ

ધર્મ પણ કહે છે ઘણુ બધુ

ધર્મ પ્રમાણે આજે 15 મી અને શુક્લપક્ષની અંતિમ તિથિ છે એટલા માટે આજે ચંદ્રમા આકાશમાં આખો હોય છે. જેને પૂર્ણિમા શબ્દથી સંબોધિત કરવામાં આવે છે. આ દિવસનું ભારતીય જનજીવનમાં અત્યાધિક મહત્વ છે. આજે જેઠ માસની પૂર્ણિમા છે અને આજે ગુરુવાર પણ છે. ગુરુવાર અને પૂર્ણિમાના યોગમાં કેટલાક ઉપાય કરવાથી કુંડળીના દોષ અને ધન સંબંધી કામોમાં આવી રહેલ અડચણો પણ સમાપ્ત થઈ જાય છે.

English summary
As the sun sets on Wednesday, June 28, stargazers will be able to catch sight of an annual lunar event known as the Strawberry Moon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X