
યુપીમાં ઓવૈસીને એક પણ સીટ નહિ, તો પણ કહ્યુ - અમારો ઉત્સાહ બુલંદ છે
નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન પાર્ટી(AIMIM)નુ ખાતુ પણ ખુલ્યુ નથી. અહીં ઓવૈસીની ગઠબંધન ભાગીદારી પરિવર્તન મોરચો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો. ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન પાર્ટી(AIMIM)નુ ખાતુ પણ ન ખુલ્યુ. પાર્ટીને માત્ર 0.4ટકા મત મળ્યા. AIMIMના પ્રમુખ ઓવૈસીએ કહ્યુ કે ઈવીએમ પર સવાલ ઉઠાવવા ખોટા છે. પરિણામ પ્રતિકૂળ રહે તો પણ અમારો ઉત્સાહ બુલંદ છે. અમે ફરીથી આવતી વખતે પ્રયત્ન કરીશુ.
બધા પાંચે રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ભાજપ અને સપા આગળ બધી પાર્ટીઓનુ પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યુ. ઉત્તર પ્રદશ વિધાનસભા ચૂંટણી 2022માં બસપાને માત્ર એક સીટ મળી. માયાવતીએ તો ત્યાં સુધી કહી દીધુ કે મુસ્લિમોએ ભાજપને હરાવવા માટે બસપાથી વધુ સપા પર ભરોસો કર્યો. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં મોટાભાગે નાની અને રાજ્ય સ્તરની પાર્ટીઓ માટે ખૂબ જ ખરાબ રહ્યુ. આ વખતે ભાજપ ગઠબંધનને 273 સીટો મળી છે. વળી, સપા ગઠબંધનને 127 સીટો મળી. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017ની સરખામણીમાં જ્યાં સપાનુ પ્રદર્શન સારુ થયુ ત્યાં બસપા,ત કોંગ્રેસ અને અન્ય પક્ષોને કારમી હાર મળી.
0.4 ટકા મત અને સીટોની સંખ્યા શૂન્ય
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે પણ ઓવૈસીની પાર્ટી સંપૂર્ણપણે નિષ્ફળ રહી. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં પણ AIMIMને એક પણ સીટ મળી નથી. જો કે, આ વખતે ચૂંટણીમાં પાર્ટીના મત ટકામાં વૃદ્ધિ જરુર થઈ છે. જ્યાં પાર્ટીને વિધાનસભા ચૂંટણી 2017માં 2 લાખ મત મળ્યા હતા ત્યાં આ વખતે AIMIMને 22.3 લાખ વોટ મળ્યા છે. જે કુલ મતોના 0.4 ટકા છે. AIMIM આ વખતે મોટી તૈયારી સાથે ચૂંટણી મેદાનમાં હતી. પાર્ટી આઝમગઢની મુબારકપુર સીટ જીતવા માટે ઘણી આશ્વસ્ત હતી. જ્યાં બસપાના પૂર્વ નેતા ગુડ્ડુ જમાલીએ પાર્ટીને પોતાની ટિકિ પર ચૂંટણ લડાવી હતી પરંતુ હારી ગયા. આ એ સીટ છે જ્યાં ઈસ્લામ ધર્મની સ્કૂલ, વણકર, પ્રવાસી શ્રમિક રહે છે. માનવામાં આવી રહ્યુ હતુ કે ત્યાં ઓવૈસીની પાર્ટીને ભારે જન સમર્થન મળશે પરંતુ એવુ થયુ નહિ.
AIMIMનુ ખાતુ સુદ્ધા ન ખુલ્યુ. AIMIM પ્રમુખ ઓવૈસીએ કહ્યુ છે કે ઈવીએમ પર સવાલ ઉઠાવનારના દિમાગમાં ચિપમાં ભૂલ છે. ઈવીએમને મુદ્દા બનાવવા પર ઓવૈસીએ આકરી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યુ કે ઈવીએમ પર સવાલ ઉઠાવનારાના દિમાગની ચિપમાં ભૂલ છે. તેમની પાર્ટી જનાદેશનુ સ્વાગત કરે છે. બધા રાજકીય પક્ષો પોતાની હારનુ કારણ ઈવીએમને માની રહ્યા છે. આ બધા પોતાની હાર છૂપાવવા માટે કરી રહ્યા છે. તેમની પાર્ટી આવતી વખતે સારુ પ્રદર્શન કરશે. તમને જણાવી દઈએ કે ઓવૈસીની પાર્ટીની ભાગીદારી પરિવર્તન મોરચા ગઠબંધનમાં શામેલ હતી. આ ગઠબંધન આખા ઉત્તર પ્રદેશમાં એક પણ સીટ પર જીતી શક્યુ નથી.