ગુરુકુળમાં ભણતા બે બાળકોના મોત કેસમાં આસારામ અને નારાયણ સાંઈને ક્લીન ચિટ
ચર્ચિત દીપેશ અને અભિષેકના શંકાસ્પદ મોત કેસમાં આરોપી આસારામ બાપુ તેમજ તેના પુત્ર નારાયણ સાંઈને મોટી રાહત મળી છે. આસારામ અને નારાયણ સાંઈને જસ્ટીસ ડી કે ત્રિવેદી પંચે ક્લીન ચિટ આપી દીધી છે. જો કે રિપોર્ટમા ઘટના માટે આસારામ મેનેજમેન્ટની જોરદાર ઝાટકણી પણ કાઢવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં અમદાવાદમાં આસારામના ગુરુકુળમાં બે બાળકોના મોત થઈ ગયા હતા જે આ ગુરુકુળમાં ભણતા હતા. 3 જુલાઈ, 2008ના રોજ બંને આશ્રમમાંથી ગાયબ થઈ ગયા હતા. તેના બે દિવસ બાદ તથા 5 જુલાઈના રોજ તેમના શબ સાબરમતી નદીના પટમાં પડેલા મળ્યા હતા.
બાળકોના પિતા શાંતિ વાઘેલા તેમજ પ્રફૂલ્લ વાઘેલાએ આસારામ તેમજ નારાયણ સાંઈ પર આશ્રમમાં તાંત્રિક વિધિ કરાવવાનો આરોપ લગાવીને બાળકોની હત્યાનો આરોપ લગાવ્યો હતો. સીઆઈડી ક્રાઈમને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી. વાઘેલા બંધુઓએ આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરી પરંતુ ગુજરાત સરકારે તેમની માંગ ઠુકરાવી દીધી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે, 'આ વાતના કોઈ પુરાવા નથી મળ્યા કે આસારામ અને નારાયણ સાંઈ આશ્રમમાં તાંત્રિક વિધા કરતા હતા.'
આમાં કહેવામાં આવ્યુ છે, 'મેનેજમેન્ટ સાથે સાથે આશ્રમના પ્રાધિકારી પણ ગુરુકુળ હોસ્ટેલમાં રહેતા બાળકોના સંરક્ષક છે અને બાળકોની દેખરેખ તેમનુ કર્તવ્ય છે.' રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, 'પુરાવામાં હેરફેરના કારણે પંચને લાગે છએ કે આ બધુ ગુરુકુળ મેનેજમેન્ટની બેદરકારીથી થયુ.' ઉલ્લેખનીય છે કે આસારામ હાલમાં યૌન ઉત્પીડનના એક કેસમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યા છે. વળી, નારાયણ સાંઈને બળાત્કારના એક કેસમાં દોષી ગણવામાં આવ્યા હતા અને તે પણ આજીવન કારાવાસની સજા કાપી રહ્યા છે.
આ પણ વાંચોઃ કર્ણાટકઃ મુખ્યમંત્રી બનતા જ યેદિયુરપ્પાએ લીધા તાબડતોબ નિર્ણયો