• search

હે રામ ! આસારામ કિશોર છોકરી પાસે મુખમૈથુન કરાવવા માંગતા હતા આસારામ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    નવી દિલ્હી, 27 ઓગષ્ટ: કિશોરી સાથે બળાત્કારના આરોપોએ સંત આસારામ બાપુ પોતાની વિરૂદ્ધ કાવતરું ગણાવી રહ્યાં છે. બીજી તરફ સંત સમાજ સંત હોવા પર પ્રશ્નો દ્વારા નિશાન તાકી રહ્યો છે. કોઇ તેમને ગુરૂ ઘંટાલ કહી રહ્યાં છે તો કોઇ તેમને એવા સંતની ઉપાધિ આપી રહ્યાં છે જે કુકર્મોના કિર્તનો, પાખંડના પ્રવચનો, ઇશ્વર અને આસ્થા નામ પર ધર્મનો ચોળો ઓઢીને આદ્યાત્માનો ઢોંગ રચી રહ્યાં છે.

    જે પણ હોય તે બધુ તપાસ બાદ સામે આવશે તે આરોપોમાં કેટલું કાવતરું છે અને કેટલી સચ્ચાઇ. પરંતુ એક ખુલાસાએ આ કેસમાં નવો વળાંક આપી દિધો છે. ખુલાસો એ છે કે આસારામ બાપુ તે કિશોર છોકરી પાસે મુખ મૈથુન કરાવવા માંગતા હતા.

    પહેલાં એવા સમાચાર આવ્યા કે જોધપુર પોલીસે આસારામ બાપુ વિરૂદ્ધ બળાત્કારનો કેસ નહી ચલાવે પરંતુ થોડીવાર પછી જોધપુર પોલીસે આ સમાચારોનું ખંડન પણ કરી દિધું.

    પરંતુ હવે જોધપુર પોલીસનું જે વર્જન સામે આવી રહ્યું છે તે મુજબ તે સ્પષ્ટ થઇ ગયું છે કે છોકરી સાથે આસારામ બાપુએ અશ્લિલતા અને અભદ્રતા ચોક્કસ કરી હતી પરંતુ છોકરી દ્વારા કડકાઇપૂર્વક મનાઇ કરવામાં આવતાં તે તેની સાથે મુખમૈથુનની પોતાની ઇચ્છા પુરી કરી ન શક્યા અને ના તો તેની સાથે અત્યાચાર કરી શક્યા.

    આસારામની હેવાનિયતનો પરિચય

    આસારામની હેવાનિયતનો પરિચય

    ઇન્ડિયા ટૂડેમાં પ્રકાશિત સમાચાર અનુસાર જો જોધપુર પોલીસ દ્રારા આપવામાં આવેલા વક્તવ્યને આધાર માનીએ તો આ દરમિયાન આસારામે કિશોર બાળકી સમક્ષ પોતાની હેવાનિયતનો પરિચય આપ્યો.

    આસારામે ઉતાર્યા છોકરીના કપડાં

    આસારામે ઉતાર્યા છોકરીના કપડાં

    જો આખી ઘટનાનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવે તો જે તસ્વીર સામે આવી રહી છે તે મુજબ 15 ઓગષ્ટના રોજ જોધપુર નજીક 40 કિલોમીટર દૂર આસારામના આશ્રમમાં રાત્રે 10 વાગે કિશોર છોકરીને સારવારના નામે મોકલવામાં આવી હતી. તેને પાછળના દરવાજે આસારામના રૂમમાં લાવવામાં આવી જ્યાં પોતે આસારામે તેના કપડાં ઉતાર્યા અને તેના આખા શરીર સાથે આનંદ માણ્યો.

    આસારામ કરાવવા માંગતા હતા મુખમૈથુન

    આસારામ કરાવવા માંગતા હતા મુખમૈથુન

    જો કે પોલીસે જે દલીલ કરી છે તે મુજબ છોકરીના અધોવસ્ત્ર (કમરની નીચેના વસ્ત્ર) ઉતારવામાં આવ્યા ન હતા માટે બળાત્કારનો કેસ બનતો નથી. તો બીજી તરફ છોકરીએ પોતાના નિવેદનમાં આ વાતની પુષ્ટી પણ કરી દિધી છે. છોકરીના કબૂલાતનામાના હવાલેથી જોધપુર પોલીસે જે સ્પષ્ટીકરણ આપ્યું છે તે મુજબ કિશોર છોકરીને આસારામે મુખમૈથુન કરાવવા માટે કહ્યું હતું જેને કરવાની છોકરીને ના પાડી દિધી.

    આસારામ સમક્ષ કિશોરીની હાર

    આસારામ સમક્ષ કિશોરીની હાર

    છોકરીની સાથે ઘણો સમય વિતાવ્યા બાદ આસારામે તેને ધમકી આપતાં બહાર જવા દિધી અને કહ્યું કે કોઇની સામે મોઢું ખોલતી નહી. છોકરીના નિવેદન મુજબ તે ડરના માર્યે બૂમો પણ પાડી શકતી ન હતી, અને અંતે તેને આસારામ સમક્ષ હાર માની લીધી. જો કે ત્યારબાદ પણ છોકરી આસારામ સાથે સહવાસ માટે તૈયાર ન થઇ. છોકરીના આ નિવેદન બાદ આસારામની બદનામી ભલે થાય પરંતુ કાયદાકીય રીતે તેમને મોટી રાહત મળી શકે છે.

    English summary
    The minor girl from Uttar Pradesh, who has accused Asaram Bapu of sexually assaulting her, has alleged that he asked her to perform oral sex on him which she declined.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more