• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આસારામ અર્ધનગ્ન મહિલાઓ સાથે સ્વીમિંગ પુલમાં મોજ માણતા

|

નવી દિલ્હી, 3 ઓક્ટોબર : પોતાને બાપુ કહેવડાવનારા આસારામને જેલમાં ગયે આજે એક મહિનો પૂરો થઇ ગયો છે. જેલમાંથી છૂટવાના અનેક પ્રયત્નો કરી ચૂકેલા આસારામ બાપુને ક્યાંયથી રાહત મળતી દેખાતી નથી. મહત્વની બાબત એ છે કે જેમ જેમ દિવસો પસાર થઇ રહ્યા છે તેમ તેમ તેમની ગંદી હરકતો અને ઠગવાની કરતૂતો બહાર આવી રહી છે. આજે અદાલતે આસારામની જામીન અરજી ફગાવી દીધી છે. જેના કારણે તેઓ 11 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેશે.

આ દરમિયાન તેમના એક પૂર્વ કોઓર્ડિનેટરે એક નવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને ભલભલા શરમમાં મૂકાઇ જાય છે. એક ટેલિવિઝન ચેનલને આપેલી મુલાકાતમાં આસારામના અમદાવાદ આશ્રમના પૂર્વ કોઓર્ડિનેટર અજય કુમારે ખુલાસો કર્યો છે કે તેમણે આસારામને એકવાર મહિલાઓ સાથે અર્ધનગ્ન અવસ્થામાં સ્વિમિંગ પુલમાં નહાતા જોયા છે.

asaram

અજય કુમારના જણાવ્યા અનુસાર આ ઘટના એ સમયની છે જ્યારે તેઓ આસારામના અમદાવાદ આશ્રમમાં કામ કરતા હતા. અમદાવાદના મોટેરા સ્થિત આશ્રમમાં લક્ઝરી કુટિર પણ છે. આ કુટિરોમાં વર્લ્ડ ક્લાસ સુવિધા અને સ્વીમિંગ પુલ પણ છે. અહીં આસારામ પોતાની વિશેષ મહિલા શ્રદ્ધાળુઓ સાથે આરામ ફરમાવતા હતા.

અજય કુમારે એવો ખુલાસો પણ કર્યો છે કે જ્યારે પણ આસારામ મહિલાઓ સાથે આ લક્ઝરી કુટિરમાં રહેતા ત્યારે કોઇને પણ ત્યાં જવાની પરવાનગી ન હતી. કુમારે જણાવ્યું કે એક વાર તેઓ આસારામને જ્યુસ આપવા ગયા હતા ત્યારે તેમણે આ દ્રશ્યો જોયા હતા. હું તેમનું સન્માન કરતો હતો તેથી ત્યારે વધારે વિચાર્યા વિના પાછો ફર્યો હતો.

lok-sabha-home

English summary
Asaram Bapu coordinator saw him semi nude with women in swimming pool

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more