For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે વકીલ, જેમને ધમકીઓ વચ્ચે આસારામને જેલ પહોંચાડ્યો

નાબાલિક સાથે બળાત્કાર મામલે જેલમાં ઉમરકેદ ની સજા ભોગવી રહેલા આસારામે બચવા માટે ખુબ જ પ્રયત્ન કર્યા હતા

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

નાબાલિક સાથે બળાત્કાર મામલે જેલમાં ઉમરકેદ ની સજા ભોગવી રહેલા આસારામે બચવા માટે ખુબ જ પ્રયત્ન કર્યા હતા. તેમને કેસ લડવા માટે વકીલોની ફોઝ ઉતારી દીધી હતી. જેમાં ઘણા મોટા અને નામી વકીલો પણ શામિલ હતા. આ મોટા વકીલો સામે પીડિતા તરફથી જે વકીલ હતા તે કોઈ મોટા અને ફેમસ વકીલ ના હતા. એટલું જ નહીં પરંતુ તેમને કેસ લડવા માટે પીડિત પરિવાર પાસેથી કોઈ પણ પૈસા લીધા ના હતા. તેમના પર કેસ છોડવા માટે ખુબ જ દબાણ કરવામાં આવ્યું હતું. તેમને પૈસાની લાલચ આપવામાં આવી, ધમકાવવામાં આવ્યા હતા. આટલું બધું થવા છતાં પણ તેમને કેસ છોડ્યો નહીં. તો જાણો એવા વકીલ વિશે જેમને આસારામ ને જેલ સુધી પહોંચાડ્યો.

પૂનમ ચંદ સોલંકીએ પીડિતાનો કેસ લડ્યો હતો

પૂનમ ચંદ સોલંકીએ પીડિતાનો કેસ લડ્યો હતો

આસારામ સામે પીડિતા તરફથી શરૂઆત થી અંત સુધી જેમને કેસ લડ્યો, તેમનું નામ પૂનમ ચંદ સોલંકી છે. જાણકારી મુજબ પૂનમ ચંદ સોલંકી એ પીડિતાનો કેસ લડવા માટે પૈસા પણ લીધા ના હતા. જ્યાં આસારામ તરફથી વકીલોની ફોઝ હતી તો સામે પૂનમ ચંદ સોલંકી એકલા કેસ લડતા હતા.

કેસ છોડવા માટે ધમકીઓ પણ મળી

કેસ છોડવા માટે ધમકીઓ પણ મળી

જાણકારી મુજબ પીડિતા પક્ષ વકીલ પીસી સોલંકી ને કેસ છોડવા માટે લાલચ અને ધમકીઓ પણ આપવામાં આવી હતી. પીસી સોલંકી ને જાતે આ માહિતી આપી. પરંતુ તેમને સાથે સાથે એવું પણ કહ્યું કે તેમને આ બધી વાતોની કોઈ જ ચિંતા ના હતી. હવે આખા મામલે આસારામને સજા મળ્યા પછી તેમને કહ્યું કે હવે તેમને સંતોષ મળ્યો છે.

વર્ષ 2014 થી કેસ લડી રહ્યા હતા

વર્ષ 2014 થી કેસ લડી રહ્યા હતા

આપણે જણાવી દઈએ કે પીસી સોલંકી વર્ષ 2014 જાન્યુઆરી થી આસારામ સામે કેસ લડી રહ્યા હતા. પીસી સોલંકી ઘ્વારા જણાવ્યું કે આ કેસ લડવા માટે તેમને પીડિત પરિવાર પાસેથી કોઈ પૈસા લીધા ના હતા. સોલંકી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે દિલ્હીથી સુનાવણી કરવામાં આવતી હતી ત્યારે તેઓ પોતાના પૈસે સુનાવણી માટે પહોંચતા હતા.

English summary
Asaram case the counsel for the girl family poonam chand solanki who fought case without fear.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X