For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામના 7 કોડ વર્ડ, જેનાથી તે સાધુના વેષમાં કરતો ગંદુ કામ

આસારામના કેસની તપાસ દરમિયાન તેવા અલગ અલગ કોડ વર્ડ પણ સામે આવ્યા છે જેનો ઉપયોગ આસારામ અને તેના સેવકો વચ્ચે થતો હતો. આસારામના સેવકો આ દ્વારા માસૂમ યુવતીઓને ફસાવતા હતા. જાણો આ કોડ વિષે અહીં.

|
Google Oneindia Gujarati News

સમર્પણ, એકાંતવાસ, જોગણ આ તમામ શબ્દો આમ તો કોઇ ધાર્મિક ગુરુના મોઢે સર્વસામાન્ય લાગે પણ જ્યારે વાત આસારામની હોય તો આ તમામ શબ્દોના બીજા પણ અર્થ થતા હતા જેનો અર્થ ખાલી આસારામ અને તેના ખાસ સેવકો જ સમજતા હતા. ઉલ્લેખનીય છે કે આસારામને સગીર યુવતી સાથે બળાત્કાર કેસમાં આજીવન કારાવાસ મળ્યો છે. ત્યારે આ કેસમાં પોલીસને કેટલાક કોડ વર્ડ પણ મળી આવ્યા છે. જેના ઉપયોગ માસૂમ અને સગીર વયની યુવતીઓનું શોષણ કરવા માટે કરવામાં આવતો હતો. નોંધનીય છે કે આ તમામ શબ્દો આસારામ દ્વારા બધાની સામે જ બોલવામાં આવતા હતા અને લોકોને લાગતું હતું કે બાપુ આધ્યાત્મિક વાતો કરે છે. પણ ખરેખરમાં તેનો બીજો અર્થ આસારામના સેવકો સમજતા હતા અને તે મુજબ તે તેમનું કામ કરી આપતા હતા. ત્યારે જાણો આ અંગે વધુ અહીં.

લેઝર ટોર્ચ

લેઝર ટોર્ચ

આસારામ સત્સંગમાં બેઠેલી કોઇ પણ યુવતી પર ત્રણ વાર લેઝર ટોર્ચથી લાઇટ ફેંકતા હતા તો આસારામના પૂર્વ સેવક આ લાઇટનો ઇશારો સમજી આસારામ પાસે તે યુવતીને લઇ જવા માટે સેવાદારને તૈયાર કરાવવા કહેતા હતા. જો ટોર્ચના હોય તો આસારામ યુવતીને ધ્યાનમાં લાવવાની વાત કરતા.

જોગણ

જોગણ

આસારામના એક જૂના સાધકનું કહેવું હતું કે જોગી જોગન ગીત ગાતી વખતે આસારામની નજરો 12 થી 20 વર્ષની યુવતીઓ પર રહેતી અને જે યુવતી તેમને પસંદ આવી જતી તેને તે વારંવાર જોગણ કહીને બોલાવતા. બસ આ કોડ વર્ડથી જ તેના સેવાદાર સમજી જતા કે સફેદ વસ્ત્રોમાં સજ્જ બાબાના ઇરાદા કેટલા કાળા છે.

કાજૂ-બદામ

કાજૂ-બદામ

આસારામના પ્રવચનમાં પંડાલના પ્રસાદ પણ વ્યક્તિના કદ મૂજબ આપવામાં આવતો હતો. જે લોકો વધુ ચઢાવો આપતા તેમને પ્રસાદમાં કાજૂ બદામ મળતા હતા. વળી આસારામને જે યુવતી ગમી ગઇ તેને પણ તે ખાસ કાજૂ બદામ પ્રસાદી તરીકે આપતો હતો. અને આ દ્વારા તેના નજીકના સેવાદારને ઇશારો આપતો હતો.

સમર્પણ અને એકાંતવાસ

સમર્પણ અને એકાંતવાસ

ધર્મની આડમાં અધર્મની દુકાન ચલાવતા આસારામ સત્સંગ દરમિયાન યુવતીઓને ભગવાનને સમર્પિત થવાની વાતો પણ કરતો હતો. સમર્પણના નામે યુવતીને વાતમાં ફસાવી તેની કુટિયામાં લઇ જતો. એકાંતવાસ શબ્દ પણ યુવતી અને તેને એકાલા મૂકી દેવા માટે વાપરવામાં આવતો હતો.

ડાયલ 400

ડાયલ 400

આસારામ માટે આ ખુલાસો ખુદ જોધપુરની પોલિસે કર્યો છે. જે તેમની વિરુદ્ધ યૌન શૌષણના કેસમાં તપાસ કરી રહ્યા હતા. આસારામનો મોબાઇલ નંબર 9321***400 હતો. જેને તે શોર્ટ ફોમમાં 400 કહેતો હતો. શિલ્પી, શરતચંદ્ર જેવા બાબાના હકીકતને જાણનાર લોકો આસારામ જોડે આ નંબર પર વાત કરતા. જો 400 નંબર પર વાત થઇ ગઇ તો તેનો મતબલ તે કે કોઇ પણ કામ માટે છેલ્લું હુકમ હવે મળી ગયો છે.

English summary
Asaram and his followers are said to have used code words and actions to identify and choose a victim from the crowd. Here are the 7 code words.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X