For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ રેપ કેસ: સુપ્રિમ કોર્ટે કહ્યું ક્યારે અટકશે સાક્ષીઓની હત્યાનો આ સીલસીલો?

|
Google Oneindia Gujarati News

દિલ્હીની સુપ્રિમ કોર્ટમાં આજે આસારામ રેપ કેસ મામલે ટ્રાયલ કોર્ટમાં સુનવણી કરવામાં આવી. જેમાં કોર્ટે પોલિસને વેધક સવાલ પૂછ્યો કે આ કેસના સાક્ષીઓની હત્યાનો સીલસીલો ક્યારે અટકશે. એટલું જ નહીં કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો કે આ કેસના તમામ સાક્ષીઓને સુરક્ષાના યોગ્ય પગલાં લેવામાં આવે અને તેની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં આવે.

નોંધનીય છે કે કહેવાતા ધર્મગુરુ આસારામ બાપુ પર સગીર યુવતી પર બાળાત્કાર કરવાનો કેસ ચાલી રહ્યો છે. અને તે માટે આસારામ જોધપુરની જેલમાં જેલની હવા ખાઇ રહ્યા છે. તો બીજી તરફ તેમના પુત્ર નારાયણ સાંઇ પર પણ અનેક મહિલા પર બાળાત્કાર અને યૌન ઉત્પીડન જેવા સગીન આરોપ લાગેલા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં આ કેસના 9 સાક્ષીઓને અજાણ્યા શખ્શો દ્વારા ગોળી મારીને હત્યા પણ કરવામાં આવી છે. આ તમામ સાક્ષીઓ આ કેસના મહત્વપૂર્ણ સાક્ષી હતા. ત્યારે અત્યાર સુધીમાં આ કેસમાં મારેલા 9 સાક્ષીઓનો આ કેસ સાથે શું સંબંધ છે અને તેમની હત્યા કેવી રીતે થઇ તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

અખિલ ગુપ્તા, આસારામનો રસોઇયો

અખિલ ગુપ્તા, આસારામનો રસોઇયો

અખિલ ગુપ્તાએ લગભગ 10 વર્ષ સુધી આસારામના સાબરમતી આશ્રમમાં રસોઇયા તરીકે કામ કર્યું હતું. સૂરતમાં બે બહેનો સાથે થયેલા કથિત બળાત્કારનો તે મુખ્ય સાક્ષી હતો. જેની 11 જાન્યુઆરી 2015ના રોજ મુજફ્ફરનગરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી.

અમરૂત પ્રજાપતિ- આસારામના ડોક્ટર

અમરૂત પ્રજાપતિ- આસારામના ડોક્ટર

રાજકોટના અમરૂત પ્રજાપતિ આર્યુર્વેદિક ડોક્ટર હતા. તેમણે પણ 12 વર્ષો આસારામ અને તેમના પરિવારની સારવાર કરેલી હતી. તેમણે સૂરતમાં બે બહેનો પર થયેલા કથિત બાળાત્કાર કેસમાં સરકારી સાક્ષી બન્યા હતા. તેમના પર રાજકોટમાં બે અજાણ્યા લોકોએ અંધાધૂન ગોળીઓ ચલાવી હતી. 23 મે 2014ના રોજ રાજકોટમાં તે ઇજાગ્રસ્ત થયા હતા જે બાદ તેમની મૃત્યુ 10 જૂને થઇ હતી.

મહેન્દ્ર ચાવલા- આસારામના ખાસ માણસ

મહેન્દ્ર ચાવલા- આસારામના ખાસ માણસ

મહેન્દ્ર ચાવલા આસારામ અને નારાયણ સાંઇ બન્નેના નજીકના વ્યક્તિ હતા. તે પણ સાંઇના કથિત બાળાત્કારના મુખ્ય સાક્ષી હતા. તેમની પણ પાનીપનમાં 13 મે 2015ના રોજ બે અજ્ઞાત લોકો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

રાહુલ સચાન- ભૂતપૂર્વ કાર્યકર્તા

રાહુલ સચાન- ભૂતપૂર્વ કાર્યકર્તા

રાહુલ આસારામના આશ્રમના ભૂતપૂર્વ કાર્યકર્તા હતા. તે પણ આસારામના બાળાત્કાર કેસના મુખ્ય સાક્ષી હતા. જોધપુર કોર્ટની બહાર જ 13 ફેબ્રુઆરી 2015ના રોજ તેમની પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેમની મોત થઇ હતી.

રાજૂ ચંદોક- ભૂતપૂર્વ કર્મચારી

રાજૂ ચંદોક- ભૂતપૂર્વ કર્મચારી

રાજૂ ચંદોકે આસારામ પર અનેક આરોપો લગાવ્યા હતા. તેમણે આશ્રમના ભૂતપૂર્વ કર્મચારીની હત્યાનો આરોપ પણ આસારામ પર લગાવ્યો હતો. અને તે આ કેસના મુખ્ય સાક્ષી હતા. અમદાવાદના રાણીપમાં 6 ડિસેમ્બર 2009માં તેમની હત્યા ગોળી મારીને કરવામાં આવી હતી.

દિનેશ ભાગચંદાની- નજીકના ભક્ત

દિનેશ ભાગચંદાની- નજીકના ભક્ત

દિનેશ ભાગચંદાની આસારામના નજીકના ભક્ત હતા. તે આસારામના કથિત બાળાત્કાર કેસના મુખ્ય સાક્ષી હતા. તેમની પર સૂરતમાં 16 માર્ચ 2014ના રોજ તેજાબથી હુમલો કરવામાં આવ્યો હતો.

વિમલેશ ઠક્કર- સાધ્વીના પતિ

વિમલેશ ઠક્કર- સાધ્વીના પતિ

વિમલેશ ઠક્કર આસારામની સેવિકા તેવી સાધ્વીના પતિ હતા. આ સાધ્વી પર નારાયણ સાંઇએ તેમના જહાંગીરપુરા આશ્રમ પર શારીરીક હુમલો કર્યો હોવાનો આરોપ છે. વિમલેશ પર 28 ફેબ્રુઆરી 2014ના રોજ ચાકુથી હુમલો થયો હતો. તે આ આસારામ અને નારાયણ સાંઇ કેસમાં મૃત્યુને ભેટનાર પહેલા સાક્ષી હતા.

રાકેશ પટેલ- ફોટોગ્રાફર

રાકેશ પટેલ- ફોટોગ્રાફર

સૂરતમાં વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરતા રાકેશ પટેલે અનેક વાર આસારામ અને તેમના પરિવારની તસવીરો લીધો છે. પોલિસે તેમને સરકારી સાક્ષી બનાવ્યા હતા. જે બાદ 12 માર્ચ 2014ના રોજ સૂરતમાં તેમની પર ચાકુથી હુમલો થયો હતો.

English summary
Asaram Rape Case: SC Pass Order to ensure the safety of Witness
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X