For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: રેપ કેસમાં આસારામને આજીવન કારાવાસની સજા

આસારામ મામલે આજે જોધપુર કોર્ટ પોતાનો ચૂકાદો આજે સંભળાવી શકે છે. એવામાં જોધપુરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે જેથી કોઈ પણ અસામાજિક તત્વો પરિસ્થિતિ બગાડી ન શકે.

|
Google Oneindia Gujarati News

આસારામ મામલે આજે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. એવામાં જોધપુરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે જેથી કોઈ પણ અસામાજિક તત્વો પરિસ્થિતિ બગાડી ન શકે. આસારામ પર આરોપ છે કે તેમણે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં રહેતી સગીરા સાથે જોધપુર સ્થિત પોતાના મનઈ આશ્રમ પર 2013 માં બળાત્કાર કર્યો હતો. આ મામલે ચૂકાદો સંભળાવવા માટે જોધપુર સેન્ટ્રલ જેલમાં વિશેષ કોર્ટ રુમ તૈયાર કરવામાં આવ્યો હતો.

asaram

Newest First Oldest First
2:40 PM, 25 Apr

બાકી 2 આરોપીને 20-20 વર્ષની સજા આપવામાં આવી
2:37 PM, 25 Apr

રેપ કેસમાં આસારામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી
2:32 PM, 25 Apr

જેલમાં હલચલ શરૂ, થોડા જ સમયમાં આસારામ પર નિર્ણય આવી શકે છે
2:31 PM, 25 Apr

આસારામ ની તબિયત ઠીક છે, હોસ્પિટલમાં શિફ્ટ નહીં કરવામાં આવે
2:31 PM, 25 Apr

સજા સાંભળતા પહેલા આસારામ ની તબિયત બગડી, જેલમાં બોલાવવામાં આવી એમ્બ્યુલન્સ
11:55 AM, 25 Apr

દોષી જાહેર કર્યા પછી આસારામ હરિઓમ નો જાપ કરવા લાગ્યા.
11:30 AM, 25 Apr

આસારામ ના વકીલે તેમની ઉંમરને ધ્યાનમાં રાખતા સજા ઓછી કરવામાં માટે કહ્યું.
10:55 AM, 25 Apr

રેપ કેસમાં આસારામ સહીત ત્રણ આરોપી દોષી જાહેર, થોડા સમયમાં થશે સજાનું એલાન
10:48 AM, 25 Apr

રેપ કેસમાં આસારામ દોષી, બધા જ કેસમાં દોષી જાહેર થયા
10:47 AM, 25 Apr

કોર્ટ રૂમમાં પહોંચતા પહેલા આસારામે બેરેકમાં કરી પૂજા અર્ચના
10:45 AM, 25 Apr

આસારામની આઝાદી માટે અમદાબાદમાં તેમના સમર્થકો પૂજા અર્ચના કરી રહ્યા છે.
9:49 AM, 25 Apr

જોધપુરમાં રાજસ્થાન પોલીસે કરી ફ્લેગ માર્ચ, દરેક જગ્યાએ ચાંપતો પોલીસ બંદોબસ્ત
9:49 AM, 25 Apr

મધ્યપ્રદેશઃ ભોપાલમાં આસારાસના સમર્થકોએ શરુ કર્યા પૂજા-પાઠ, કહ્યું- અમારા બાપૂ નિર્દોષ છે.
9:49 AM, 25 Apr

આસારામના સમર્થનમાં વારાણસીમાં તેમના આશ્રમમાં તેમના સમર્થકો કરી રહ્યા છે પ્રાર્થના.
9:49 AM, 25 Apr

જોધપુરની સેન્ટ્ર જેલમાં ફૂલ-માળાઓ લઈને પહોંચેલા સમર્થકની પોલીસે ધરપકડ કરી.
9:49 AM, 25 Apr

આસારામ મામલે ચૂકાદો સંભળાવવા જજ મધુસૂદન શર્મા પહોંચ્યા કોર્ટ.

દેશભરમાં, આસારામના શ્રદ્ધાળુઓની વિશાળ સંખ્યાને જોતાં પ્રશાસને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. કેન્દ્ર સરકારે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતાની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવે અને વધારાની સુરક્ષા ફોર્સ પણ તૈયાર રાખે. શાહજહાંપુરમાં પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સઘન બનાવી દીધી છે અને પીડિતાના ઘરની સુરક્ષા પણ વધારી દીધી છે. જોધપુર સેન્ટ્રલ જેલના ડીઆઈજી વિક્રમ સિંહે જણાવ્યું કે અમે ચૂકાદા માટે બધી રીતે તૈયાર છીએ. મેજિસ્ટ્રેટ અને તેમની કોર્ટ માટે સઘન વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોર્ટના ચૂકાદા દરમિયાન આસારામ, ચાર અન્ય આરોપી અને બંને પક્ષના વકીલ હાજર રહેશે.

આસારામના સમર્થકોને જોતા પ્રશાસને કોર્ટમાં અપીલ કરી હતી કે આ મામલે ચૂકાદો જેલની અંદર જ સંભળાવવામાં આવે. હાઈકોર્ટમાંથી અનુમતિ મળ્યા બાદ પોલીસે જેલની અંદર જ કોર્ટ સ્થાપિત કરી છે, જ્યાં આજે આ ચૂકાદો સંભળાવવામાં આવશે. જોધપુરના આશ્રમને ખાલી કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત બધી હોટલો, ગેસ્ટ હાઉસને નિર્દેશ આપવામાં આવ્યા છે કે આસારામના સમર્થકોને રુમ આપવામાં ન આવે. અમે માત્ર બસ, રેલવે સ્ટેશન, એરપોર્ટ પર નજર રાખી રહ્યા છે જેથી આસારામના સમર્થકો શહેરમાં પ્રવેશી શકે નહિ.

English summary
asaram rape case verdict jodhpur special court high security minor rape rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X