For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ બાપૂનો બળાપો, 'બળાત્કાર માટે યુવતી પોતે જવાબદાર'

|
Google Oneindia Gujarati News

asaran bapu
નવી દિલ્હી, 7 જાન્યુઆરી: હજી તો દેશમાં હેવાનિયતના ઝખમ હજી મટ્યા નથી ને રાજકિય નેતાઓ તેના પર પોતાની ટિપ્પણીઓ કરીને તેને વધુ કૂરેદવાની કોશિશ કરી રહ્યા છે. દિલ્હીમાં ગેંગરેપનો શિકાર બન્યા બાદ 13 દિવસ સુધી મોત સામે લડતી રહી અને અંતે હારી ગઇ. આટલી બધી તકલીફોને સહ્યા બાદ પણ પોતાને ધર્મગુરુ કહેડાવનાર આસારામ બાપૂને એવું લાગે છે કે આ કૃત્ય માટે એ 6 નરાધમો જ નહી પરંતુ પીડિતા પણ એટલી જ જવાબદાર છે. એક હાથે તાળી વાગવી સંભવ નથી. જો પીડિતાએ બચવાની કોશિશ કરી હોત તો તે બચી ગઇ હોત.

આસારામ બાપૂએ જણાવ્યું કે માત્ર 5-6 લોકો જ બળાત્કારના દોષિ નથી. બળાત્કારીઓની સાથે સાથે પીડિતા પણ દોષી છે. તેમણે જણાવ્યું કે જો યુવતીએ દોષિયોને ભાઇ કહીને તેમને આવું કૃત્ય ના કરવાનો અનુરોધ કર્યો હોત તો તેનો જીવ અને લાજ બન્ને બચી જતી.

મીડિયા અહેવાલ અનુસાર આસારામ બાપૂએ જણાવ્યું કે તેઓ આરોપીઓને કડક સજા કરવાની સામે છે, કેમકે આ કાનૂનનો દૂરઉપયોગ પણ થઇ શકે છે. તેમણે જણાવ્યું કે આવી રીતે બનેલા કાનૂનનો હંમેશાથી દુરઉપયોગ થતો રહ્યો છે, દહેજ માટેનો કાનૂન તેનું ઉદાહરણ છે.

આસારામે વધુમાં જણાવ્યું કે મને પીડિતા સાથે અને તેના પરિવાર સાથે પણ સહાનૂભુતિ છે. તેમણે પીડિતાના પરિવારને મીડિયાના માધ્યમથી જણાવ્યું કે તમારી દીકરી તો હવે જતી રહી છે. એ પાછી આવવાની નથી પરંતુ તેઓ મને પોતાનો દીકરો માની લે.

આસારામ બાપૂના આ વિવાદાસ્પદ નિવેદન બાદ ચોતરફથી તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મેનકા ગાંધીએ જણાવ્યું કે માત્ર ભાઇ કહેવાથી જ પાપી બદલાઇ જતો તો દુનિયામાં ક્યારેય પાપ જ ના થતું.

English summary
Asaram Bapu shocks, holds girl responsible for Delhi gangrape, demands rapists be 'spared'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X