For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેલમાંથી બહાર નીકળવા માટે આસારામે અંતિમ વિકલ્પ પસંદ કર્યો

નાબાલિક સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં રાજસ્થાનની જોધપુર જેલમાં ઉમરકેદની સજા ભોગવી રહેલા આસારામનું જેલમાં મન નથી લાગી રહ્યું.

|
Google Oneindia Gujarati News

નાબાલિક સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં રાજસ્થાનની જોધપુર જેલમાં ઉમરકેદની સજા ભોગવી રહેલા આસારામનું જેલમાં મન નથી લાગી રહ્યું. તેમને રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહને પત્ર લખીને દયાની માંગ કરી છે. એટલું જ નહીં પરંતુ તેમને જિલ્લાધિકારી પાસે પેરોલ માટે અરજી પણ કરી છે. પરંતુ તેમને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

Asaram

આપને જણાવી દઈએ કે આસારામે રાજસ્થાનના રાજ્યપાલનો દરવાજો ખખડાવ્યો છે. તેમને દયા અરજી રાજસ્થાનના રાજ્યપાલને મોકલી છે. હવે ડીજીપી જેલ મારફતે આખી રિપોર્ટ મંગાવી છે. ડીજી જેલે જોધપુર જેલ પાસે રિપોર્ટ માંગી છે. પોતાની અરજીમાં આસારામે સજા ઓછી કરવાની સાથે સાથે બીજી પણ કેટલીક રાહત આપવાની માંગણી કરી છે.

આ પણ વાંચો: જાણો કોણ છે વકીલ, જેમને ધમકીઓ વચ્ચે આસારામને જેલ પહોંચાડ્યો

અત્યારસુધીમાં 10 જામીન અરજીઓ રદ થઇ ચુકી છે

આસારામની નીચલી અદાલતથી લઈને સુપ્રીમકોર્ટમાં દાખલ કરવામાં આવેલી દયા યાચિકા સતત રદ થઇ ચુકી છે. દેશના મોટા મોટા વકીલો રામ જેઠ મલાનીથી લઈને સુભ્રમણ્યમ સ્વામી સુધી આસારામની જામીન માટે પ્રયાસ કરી ચુક્યા છે. પરંતુ તેઓ બધા જ આસારામને જેલથી બહાર કાઢવામાં અસફળ રહ્યા છે. જોધપુર સેશન કોર્ટ, રાજસ્થાન હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં અત્યારસુધીમાં આસારામની લગભગ 10 જામીન અરજીઓ રદ થઇ ચુકી છે.

આ પણ વાંચો: ઓફિસર, જેને 2000 ધમકીઓ મળ્યા પછી પણ આસારામ કેસની જાંચ કરી

English summary
Asaram submitted a mercy petition to Rajasthan Governor Kalyan Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X