For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામની સહયોગી શિલ્પીની 20 વર્ષની જેલની સજા સ્થગિત

પોતાના જ ગુરુકુળની સગીર યુવતી સાથે યૌન શોષણ મામલે સજા પામેલ આસારામની સહયોગી શિલ્પીને રાજસ્થાન હાઈકોર્ટે મોટી રાહત આપી છે.

|
Google Oneindia Gujarati News

પોતાના જ ગુરુકુળની સગીર યુવતી સાથે યૌન શોષણ મામલે સજા પામેલ આસારામની સહયોગી શિલ્પીને રાજસ્થાન હાઈકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે શિલ્પીની સજા સ્થગિત એટલે કે સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. હવે શિલ્પી જેલમાંથી બહાર આવી જશે. સગીર યુવતી સાથે યૌન શોષણના આરોપી આસારામને એસસી એસટી કોર્ટે 25 એપ્રિલે આજીવન કેદની સજા સંભળાવી હતી. વળી, કોર્ટે ષડયંત્રની મુખ્ય સૂત્રધાર માનીને સહયોગી શિલ્પીને 20 વર્ષની સજાના આદેશ આપ્યા હતા. વળી, શરદને 20 વર્ષની સજા અને સહયોગી શિવા તેમજ પ્રકાશને શંકાનો લાભ આપીને છોડી મૂક્યા હતા.

shilpi-asaram

એસસી એસટી કોર્ટના 20 વર્ષના સજાના આદેશ સામે શિલ્પીએ સજા સ્થગિત કરવાની યાચિકા કરી હતી. જેના પર હાઈકોર્ટે વિજય બિશ્નોઈની અદાલતમાં સુનાવણી થઈ. શિલ્પીના વકીલ મહેશ બોડાએ એફઆઈઆર નોંધાવતી વખતે જગ્યાની સાથે પીડિતાનું નિવેદન, તેના માતિપતાના નિવેદન અંગે સવાલ ઉભા કર્યા. સરકાર તરફથી એએજી શિવકુમાર વ્યાસે પણ શિલ્પીએ ષડયંત્રની મુખ્ય સૂત્રધાર ગણાવીને સજા ચાલુ રાખવા કહ્યુ હતુ.

આ પણ વાંચોઃ સીએમ યોગીઃ વિવેક તિવારીનું એન્કાઉન્ટર નથી થયુ, જરૂર પડી તો CBI તપાસ થશેઆ પણ વાંચોઃ સીએમ યોગીઃ વિવેક તિવારીનું એન્કાઉન્ટર નથી થયુ, જરૂર પડી તો CBI તપાસ થશે

બધા પક્ષોને સાંભળ્યા બાદ અદાલતે 26 સપ્ટેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે જસ્ટીસ વિજય બિશ્નોઈની અદાલતે ચુકાદો સંભાળવતા શિલ્પીની સજાને સસ્પેન્ડ કરી દીધી. હવે સરકાર તેની સામે એસએલપી કરશે કે નહિ તેના પર અદાલતના આદેશની કોપી મળવા પર અધ્યયન બાદ નિર્ણય કરશે.

આ પણ વાંચોઃ કયા રાજ્યમાં રહે છે સૌથી વધુ અમીર લોકો, જાણોઆ પણ વાંચોઃ કયા રાજ્યમાં રહે છે સૌથી વધુ અમીર લોકો, જાણો

આજે શિલ્પીને રાહત મળ્યા બાદ આસારામને પણ આગળ રાહત મળી શકે છે. શિલ્પીને જામીન મળવા અને સજા સસ્પેન્શનથી હવે આસારામની જામીન માટે પણ કવાયત શરૂ થઈ જશે. આસારામે જોધપુર જેલમાંથી ઓડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેણે કહ્યુ હતુ કે પહેલા શિલ્પી બેટાને બહાર કાઢીશ. ત્યારબાદ શરદને અને બાદમાં હું બહાર આવીશ. આસારામે જોધપુર જેલમાંથી પોતાના સમર્થકોને આ સંદેશ આપ્યો હતો.

English summary
asaram supporter Shilpi gets free by the order of rajsathan highcourt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X