
આસારામને થયો કોરોના, ઑક્સીજન લેવલ ઘટતાં મોડી રાતે ICUમાં દાખલ કરાયા
રાજસ્થાનની જોધપુર સેંટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામ કોરોનાવાયરસથી સંક્રમિત થઈ ગયા છે. આસારામની તબીયત વધુ બગડવા પર બુધવારે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં તેમને શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં તેમને આઈસીયૂમાં દાખલ કરી લેવાયા છે. આસારામને કોરોના થયો હોવાની પુષ્ટિ ત્રણ દિવસ પહેલા જ થઈ હતી.
બુધવારે અચાનક તબીયત બગડ્યા બાદ જેલ પ્રશાસને આસારામને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં તેમને શિફ્ટ કરવાનો ફેસલો લીધો છે. બુધવારની રાતે આસારામનું ઑક્સીજન લેવલ બહુ ઘટી ગયું હતું માટે ડૉક્ટરે તેમને તરત આઈસીયૂમાં દાખલ કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આસારામને જોધપુર એમ્સમાં દાખલ કરવાની તૈયારી કરાઈ રહી છે.
કોરોના: વિદેશથી આવતી મદદ પર વિવાદ, રાહુલ ગાંધીએ કેન્દ્રને કર્યા 5 તીખા સવાલ
રિપોર્ટ મુજબ જોધપુરની સેંટ્રલ જેલમાં પાછલા એક મહિનામાં ઓછામા ઓછા ડઝનેક લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા હતા. તમામ કોરોના સંક્રમિત દર્દીને જેલના ડિસ્પેંસરીમાં જ આઈસોલેટ કરી ઈલાજ કરાયો હતો. જો કે કેટલાય કેદીઓમાં પણ કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. આસારામમાં ગંભીર લક્ષણો જણાયા બાદ જેલ પ્રશાસન વધુ સતર્ક થઈ ગયું છે.