
આર્ટ ઓફ લિવિંગ: આશા ભોંસલેને વિશાલક્ષી ગ્લોબલ એવોર્ડ
બેંગ્લોર, 10 ફેબ્રુઆરી: શ્રી શ્રી રવિશંકરના આર્ટ ઓફ લિવિંગ દ્વારા બૉલીવુડ ગાયિકા આશા ભોંસલેને વિશાલક્ષી ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ તેમને છઠ્ઠા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનમાં આપવામાં આવ્યો હતો. આ સંમેલનમાં દુનિયાભરના 59 દેશોમાંથી 800થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
ઉદઘાટન સમારોહમાં વિશેષ વ્યાખ્યાન આપનાર લોકોમાં શ્રી શ્રી રવિશંકર ઉપરાંત, શ્રીલંકાની ફસ્ટ લેડી શ્રીરાંતિ રાજાપક્ષે, ભાજપની પ્રવક્તા મીનાક્ષી લેખી, કોંગ્રેસ પાર્ટીની પ્રવક્તા રીટા બહુગુણા જોશી, શ્રીલંકાની પૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા બંદરનાઇકે કુમારાતુંગા, અફઘાનિસ્તાનની વુમેન અફેયર્સ મિનિસ્ટર ડૉ. હુસ્ન બાનૂ સહિત ઘણા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

શ્રી શ્રી રવિશંકર તથા અન્ય દ્વારા દિપ પ્રાગટ્ય
આ અવસર પર શ્રી શ્રી રવિશંકરે દિપ પ્રાગટ્ય કર્યું હતું. તેમની સાથે ઘણા લોકો મંચ પર ઉપસ્થિત રહ્યાં હતા.

આશા ભોંસલે, રીટા બહુગુણા જોશી, ભાનુમતિ નરસિમ્હન
આર્ટ ઓફ લિવિંગના મંચ પર આશા ભોંસલે, રીટા બહુગુણા જોશી, ભાનુમતિ નરસિમ્હન સહિત અન્ય.

ઇઝરાયલની સાંસદ એલીજા લવી
મહિલા સંમેલનના મંચ પર ઇઝરાયલની સાંસદ એલીઝા લવીએ મહિલાઓથી સાથે જોડાયેલા મુદ્દાને ઉઠાવ્યા હતા.

શ્રીલંકાની પૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા બંદરનાકે
મહિલા સંમેલનના મંચ પર રીલંકાની પૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા બંદરનાઇકેએ મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓને ઉઠાવ્યા હતા.

શ્રી શ્રી રવિશંકર, ભાનુમતિ નરસિમ્હન, શ્રીરાંતિ વિક્રમાસિંધે
આર્ટ ઓફ લિવિંગના કેન્દ્રમાં આયોજિત મહિલા સંમેલનમાં શ્રી શ્રી રવિશંકર, ભાનુમતિ નરસિમ્હન, શ્રીરાંતિ વિક્રમાસિંઘે, આશા ભોંસલે, રીતા બહુગુણા જોશી તથા અન્ય.

રીતા બહુગુણા જોશી
મહિલા સંમેલનના મંચ કોંગ્રેસની પ્રવક્તા રીટા બહુગુણા જોશીએ મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવ્યા હતા.

ભાજપની મીનાક્ષી લેખી
મહિલા સંમેલનના મંચ પર ભાજપની રાષ્ટ્રીય પ્રવક્તા મીનાક્ષી લેખીએ મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

શ્રીલંકાની ફસ્ટ લેડી શ્રીરાંતિ વિક્રમાસિંઘે રાજપક્ષે
શ્રીલંકાને ફર્સ્ટ લેડી શ્રીરાંતિ વિક્રમાસિંઘે રાજપક્ષેએ આર્ટ ઓફ લિવિંગ કેન્દ્રમાં સંમેલનમાં પોતાની વાત રજૂ કરી હતી.

વિશાલક્ષી ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી આશા ભોંસલે
આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિ શંકરે મહિલા સંમેલનમાં આશા ભોંસલેને વિશાલક્ષી ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

આશા ભોંસલે વિશાલક્ષી ગ્લોબલ એવોર્ડ
આશા ભોંસલેને વિશાલક્ષી ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ એવોર્ડ આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિ શંકરની માતાના નામ પર આપવામાં આવ્યો હતો.

પ્રિયંકા એન, ગર્લ પાવર ઓન ન્યૂ ટ્રેક
મહિલા સંમેલન દરમિયાન બેંગ્લોરની નમ્મા મેટ્રોની પહેલી મહિલા પાયલટને શ્રી શ્રી રવિશંકરે સન્માનિત કરી હતી.