For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાપુની દાદાગીરી: આશારામે આશિર્વાદ લેનાર ભક્તને મારી લાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

asharam-babu
વિદિશા, 6 જાન્યુઆરી: આશિર્વાદ મેળવવા માટે આવેલા એક ભક્તને લાત મારી ધાર્મિક સંત આસારામ બાપુએ લાત મારી વિવાદોમાં સપડાયા છે. સોમવારે આસારામ બાપુના સત્સંગમાં ભાગ લેવા માટે એક ભક્ત આવ્યો હતો. પ્રવચન બાદ આસારામ બાપુ ભક્તો વચ્ચે હતા, ત્યારે અમન સિંહ દાંગીએ તેમના ચરણ સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આસારામ બાપુએ અમન સિંહ દાંગીને આશિર્વાદ આપવાના બદલે લાત મારી હતી.

આ ઘટના તે સમયે ઘટી હતી જ્યારે આસારામ બાપુ શહેરમાં ગઇકાલે રાતે પ્રવચન આપવા માટે આવ્યા હતા. જ્યારે તે મંચ તરફ આગળ વધી રહ્યાં હતા તેમના એક ભક્તે તેમના આશિર્વાદ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આસારામે તેને લાત મારી દિધી છે. ભક્તે પોતાનું નામ અમન સિંહ દાંગી (ઉ.વ 65) બતાવી છે.

અમન સિંહ દાંગીએ સંવાદાતાઓને જાણકારી આપતાં કહ્યું હતું કે તે આસારામ બાપુના આ વ્યવહારથી ખુબ દુખ પામેલા છે અને આ ઘટનાના કારણે તે આખી રાત ઉંઘી શક્યા ન હતા. અમન સિંહ દાંગીએ કહ્યું હતું કે પ્રવચન દરમિયાન આસારામ બાપુએ યમદૂતોને લઇને અપમાજનક શબ્દોનો પ્રયોગ કર્યો અને તેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પ્રવચન બાદ આસારામ વિદિશાથી રવાના થઇ ગયા હતા અને આ ઘટનાને લઇને તેમનો પક્ષ જાણવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને સંપર્ક થઇ શક્યો નથી.

English summary
Asaram Bapu has hit the headlines again as it is learnt that he had kicked and abused one of his devotees when he had approached Asaram to seek his blessings. The incident took place on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X