નારાયણ સાંઈને જેલમાં કામ આપ્યું, ત્રણ મહિના સુધી કઈ નહીં મળે
નારાયણ સાંઈને ઉમરકેદની સજા મળ્યા પછી તેઓ સુરતની લાજપોર જેલમાં બંધ છે. જેલમાં તેમને કેડી તરીકે ઘાસ કાપવાના કામમાં રાખવામાં આવ્યા છે. ત્રણ મહિના સુધી તેમને આ કામનો કોઈ પગાર નહીં મળે. આજીવન જેલને કારણે તેઓ કાચા કામના કેદીને બદલે પાક્કા કામના કેદી બની ગયા છે. જેલ એડમિનિસ્ટ્રેશન અનુસાર હજુ તેમને કોઈ કામ પસંદ કર્યું નથી. પ્રાથમિકતા રૂપે તેમની પાસે ઘાસ કપાવવામાં આવી રહી છે. અઠવાડિયા પછી જ તેમને કોઈ પાક્કું કામ સોંપવામાં આવશે.

નારાયણ સાંઈને દોષી ઠેરવ્યો
જણાવી દઈએ કે સુરતની સેશન્સ કોર્ટે 26મી એપ્રિલે નારાયણ સાંઈને દોષી ઠેરવ્યો હતો. સાધિકા સાથેના રેપ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. નારાયણ સાંઈના સહ આરોપી ગંગા, જમના અને હનુમાનને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે અને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરત સેશન્સ કોર્ટે આ સજા સંભળાવી છે. અન્ય સહ આરોપી રમેશ મલ્હોત્રાને 6 માસની સજા અને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

નારાયણ સાંઈ
જણાવી દઈએ કે પોલીસે ઓક્ટોબર 2013માં પીડિત બહેનોના નિવેદન અને લોકેશનથી મળેલ સબુતોના આધાર પર નારાયણ સાંઈ અને આસારામ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પીડિતા નાની બહેને પોતાના નિવેદનમાં નારાયણ સાંઈ વિરુદ્ધ પુષ્ત સબૂત આપતા દરેક લોકેશનની ઓળખ કરી હતી. જ્યારે મોટી બહેને આસારામ વિરુદ્ધ મામલો નોંધાવ્યો હતો. એફઆઈઆર નોંધાયાના બે મહિના બાદ ડિસેમ્બર 2013માં નારાયણ સાંઈ દિલ્હી-હરિયાણા બોર્ડર પાસેથી પકડાયા હતા. ધરપકડ સમયે નારાયણ સાંઈએ સિખ વ્યક્તિનો ભેષ ધારણ કરી રાખ્યો હતો.

સંતના નામ પર કલંક
નારાયણ સાંઇની પત્નીએ જણાવ્યું કે તેણે પોતે નારાયણ સાંઇને તેની આંખો સામે બીજી છોકરીઓ સાથે સંબંધ બનાવતા જોયા છે. વળી તેણે કહ્યું કે નારાયણ સાંઇના આડા સંબંધોથી એક પુત્ર પણ છે.

પત્નીનો આરોપ
જાનકી જણાવ્યું કે લગ્ન બાદ તેને ખબર પડી કે નારાયણને અનેક મહિલાઓ સાથે શારિરીક સંબંધ છે. તેમ છતાં તે જાનકીને તલાક નથી આપી રહ્યા

માનસિક- શારિરીક ત્રાસ
નારાયણ સાંઇની પત્નીએ તે પણ આરોપ લગાવ્યો કે જ્યારે તેણે પતિના આ ખરાબ ચારિત્રનો વિરોધ કર્યો ત્યારે નારાયણ તેને માનસિક- શારિરીક ત્રાસ આપવા લાગ્યો. જાનકીએ કહ્યું કે નારાયણ સાંઇ સંતના નામ પર કલંક છે.