For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અશોક ગેહલોતનો સચિન પાયલોટને ટોન્ટ, કહ્યું-જાતિના આધારે કોઈ મુખ્યમંત્રી ન બને

અશોક ગેહલોતે કહ્યું કે, આજે હું મુખ્યમંત્રી છું, હું દરેક સમુદાયની સેવા કરવા માંગુ છું, પછી તે જાટ, ગુર્જર, રાજપૂત, કુશવાહા, જાટવ, બ્રાહ્મણ, બનિયા કે મીણા હોય. જે

By Desk
|
Google Oneindia Gujarati News

જયપુર : લાંબા સમયથી રાજસ્થાનની રાજનીતિમાં ચાલી રહેલો અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો જંગ પુરૂ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે ફરી એક વખત અશોક ગેહલોતે સચિન પાયલટને લઈને ટોન્ટ માર્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, જાતિના આધારે કોઈ મુખ્યમંત્રી બની શકે નહીં.

rajsthan

મુખ્યમંત્રી અશોક ગેહલોત નદબઈ ભરતપુરમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં અશોક ગેહલોતે મોટી વાત કહી હતી. અશોક ગેહલોતે કહ્યું કે, તે સેવા એ જ કર્મ અને ધર્મના સંકલ્પ સાથે રાજ્યના દરેક સમુદાયની સેવા કરવા માંગે છે. ગેહલોતે નાદબાઈ ભરતપુરમાં રવિવારે આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી. આગળ કહ્યું કે, આજે હું મુખ્યમંત્રી છું, હું દરેક સમુદાયની સેવા કરવા માંગુ છું, પછી તે જાટ, ગુર્જર, રાજપૂત, કુશવાહા, જાટવ, બ્રાહ્મણ, બનિયા કે મીણા હોય. જે પણ સમાજના લોકો હોય. હું જાણું છું કે જ્ઞાતિના આધારે કોઈ મુખ્યમંત્રીબનતું નથી.

અશોક ગેહલોતે મોટો ઈશારો કરતા રહ્યું કે, હું જાણું છું કે આજે હું મુખ્યમંત્રી છું. જો છત્રીસ સમુદાયોએ મને પ્રેમ ન કર્યો હોત, મને આશીર્વાદ ન આપ્યા હોત તો હું કેવી રીતે 3-3 વખત મુખ્ય પ્રધાન બન્યો હોત. અહીં તમને જણાવી દઈએ કે, ગુર્જર સમાજના કેટલાક લોકો સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે.

અહીં એ જાણવુ જરૂરી છે કે 2023માં રાજસ્થાનમાં કોંગ્રેસની જીત થઈ ત્યારથી જ સચિન પાટલટ અને અશોક ગેહલોત વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. વચ્ચે વિવાદ વધતા મામલો હાઈકમાન સુધી પહોંચ્યો હતો.

English summary
Ashok Gehlot taunted Sachin Pilot, said - No one should become Chief Minister on the basis of caste
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X