
આપ છોડ્યા બાદ આશુતોષે ખોલ્યો પોતાનો ગુપ્તા હોવાનો રાઝ
કેજરીવાલની આગેવાની ધરાવતી આમ આદમી પાર્ટી હાલમાં પક્ષના નેતાઓના નામ માટે વિવાદોમાં છે. આ દરમિયાન પક્ષમાંથી રાજીનામુ આપ્યા બાદ હવે આશુતોષ પણ પક્ષ પર હુમલો કરી રહ્યા છે. આશુતોષે ટ્વિટ કરીને કહ્યુ કે 23 વર્ષના પત્રકારિતા કેરિયરમાં કોઈએ મારી જાતિ નથી પૂછી પરંતુ વર્ષ 2014 માં હું જ્યારે લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યો ત્યારે પક્ષના કાર્યકરો વચ્ચે મારી સરનેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે 2014 લોકસભા ચૂંટણી દરમિયાન આશુતોષના નામ આગળ તેમની સરનેમ ગુપ્તા જોડવામાં આવી હતી.

આશુતોષ ચાંદની ચોકથી આપના ઉમેદવાર
આશુતોષે કહ્યુ કે તેમણે આનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન તેમને કહેવામાં આવ્યુ કે સર, જો જાતિ હાઈલાઈટ નહિ થાય તો તમે કેવી રીતે જીતશો. તમારી જાતિના અહીં ઘણા મતો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2014 માં થયેલ લોકસભા ચૂંટણીમાં આશુતોષ ચાંદની ચોકથી આપના ઉમેદવાર હતા જ્યારે ભાજપ તરફથી હર્ષવર્ધન અને કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલ ચૂંટણી મેદાનમાં હતા.
આ પણ વાંચોઃ નોટબંધી પર RBI નો ખુલાસોઃ 500, 1000 ની 99% બંધ નોટો પાછી આવી
|
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ
આશુતોષે આ મહિનાની 15 તારીખે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યુ છે. તેમણે ટ્વિટ કરીને આની જાણકારી આપી હતી. ત્યારબાદ હાલમાં જ આશિષ ખેતાને પણ પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ છે.

આતિશી માર્લેનાના નામમાંથી સરનેમ હટાવવાનો વિવાદ
આમ આદમી પાર્ટીની વરિષ્ઠ નેતા અને ઉત્તર પૂર્વી દીલ્હી લોકસભા સીટ પર પાર્ટીની ઉમેદવાર આતિશી માર્લેનાએ મંગળવારે પોતાના નામ આગળથી સરનેમ હટાવી લીધી છે. પાર્ટી અને જનતા વચ્ચે હવે માત્ર આતિશી નામથી સંબોધિત કરવામાં આવશે. એટલુ જ નહિ ચૂંટણી પ્રક્રિયા માટે લાગી રહેલા બેનર પોસ્ટર પર પણ માત્ર આતિશી જ લખવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે આતિશી ઉત્તર પૂર્વી દિલ્હી સીટની પ્રભારી પણ છે. આતિશીની નામ બદલવાની સૂચના બાદ સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ પણ કરવામાં આવી.
આ પણ વાંચોઃ ડાબેરીઓની ધરપકડ પર ભડક્યા રાહુલઃ દેશમાં માત્ર એક જ એનજીઓ RSS માટે જગ્યા