• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અશ્વગંધાથી કોરોના વાયરસનો ઈલાજ સંભવઃ IIT દિલ્લીનો અભ્યાસ

|
Google Oneindia Gujarati News

આઈઆઈટી દિલ્લી અને જાપાનની એક રિસર્ચ સંસ્થાએ અશ્વગંધામાં હાજર પ્રાકૃતિક તત્વોના ઉપયોગથી કોરોના વાયરસની દવા બનાવવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે પોતાના રિસર્ચમાં જોયુ છે કે આમાં હાજર પ્રાકૃતિક તત્વ કોરોના વાયરસનો ખાતમો કરવામાં સક્ષમ સાબિત થઈ શકે છે. તેમનો આ અભ્યાસ જલ્દી એક આંતરરાષ્ટ્રીય શોધ પત્રિકા જર્નલ ઑફ બાયોમૉલિક્યુલર ડાયનામિક્સનમાં પ્રકાશિત થવાનો છે. ત્યારબાદ સંભવિત દવાનો માનવીમાં પ્રાયોગિક ધોરણે ઉપયોગ જોઈ શકાશે. તમને જણાવી દઈએ કે અત્યારે આખી દુનિયામાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો દરેક ક્ષણે વધી રહ્યો છે. ભારતમાં આ આંકડો આજે સવાર સુધી 1,01,1139 સુધી પહોંચી ચૂક્યો છે. જ્યારે આખા વિશ્વમાં આ આંકડો 48 લાખ આસપાસ પહોંચી ચૂક્યો છે.

અશ્વગંધાથી કોરોનાનો ઈલાજ સંભવ!

અશ્વગંધાથી કોરોનાનો ઈલાજ સંભવ!

આઈઆઈટી દિલ્લી અને જાપાનના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ એડવાન્સ્ડ ઈન્ડસ્ટ્રીયલ સાયન્સ એન્ડ ટેકનોલૉજીએ એક સંયુક્ત અભ્યાસમાં આ અંગે શોધ કરી છે કે આયુર્વેદિક ઔષધિ અશ્વગંધાથી નોવલ કોરોના વાયરસનો ઈલાજ સંભવ થઈ શકે છે. તેમણે જોયુ કે અશ્વગંધામાં એવા પ્રભાવી પ્રાકૃતિક તત્વ હોઈ શકે છે જેનાથી કોરોના વાયરસની દવા તૈયાર કરવામાં આવી શકે છે. શોધકર્તાઓએ આ અંગે શોધ કરી છે કે અશ્વગંધાથી નીકળેલ નેચરલ કમ્પાઉન્ડ વિદાનન અને ન્યૂઝીલેન્ડના પ્રોપોલિસ (મધમાખીના પૂડાની અંદર જોવા મળતો મોમી ગુંદર)ના પ્રાકૃતિક યૌગિકમાં સક્રિય વાયરસ સાથે ભળી જવા અને તેને રોકી દેવાની ક્ષમતા છે.

આ રિસર્ચે જગાડી નવી આશા

આ રિસર્ચે જગાડી નવી આશા

આઈઆઈટી, દિલ્લીના બાયોકેમિકલ એન્જિનિયરીંગ અને બાયોટેકનોલૉજી વિભાગના પ્રમુખ ડી સુંદરે કહ્યુ છે, ભારતમાં પરંપરાગત આયુર્વેદિક દવાઓને ઉપયોગ હજારો વર્ષોથી થઈ રહ્યો છે. પરંતુ આધુનિક દવાઓની જેમ પ્રાકૃતિક દવાઓની મેકિનિઝ્મ હજુ સુધી તૈયાર થઈ શકી નથી. અધ્યયન દળમાં શામેલ વૈજ્ઞાનિકોએ પોતાના અનુસંધાન દરમિયાન વાયરસની પ્રતિકૃતિ બનાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવનાર મુખ્ય સાર્સ - કોવિ-2 એન્ઝાઈમને નિશાન બનાવ્યુ. તેમણે એ પણ કહ્યુ છે, અનુસંધાનના પરિણામો કોવિડ-19 રોધક દવાઓના પરીક્ષણ માટે જરૂરી સમય અને કિંમતને બચાવી શકે છે તેમજ કોરોના વાયરસ મહામારીને રોકવામાં પણ મહત્વના સાબિત થઈ શકે છે. માટે આનુ પ્રયોગશાળામાં અને ચિકિત્સકીય પરીક્ષણ કરવાની જરૂર છે.

માનવી પર ટ્રાયલની જરૂર

માનવી પર ટ્રાયલની જરૂર

સુંદરના જણાવ્યા મુજબ દવા તૈયાર કરવામાં થોડો સમય લાગી શકે છે અને વર્તમાન પરિસ્થિતિમાં આ પ્રાકૃતિક સંશાધન અશ્વગંધા અને પ્રૉપોલિસ ચિકિત્સકીય મહત્વવાળા સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યુ કે આઈઆઈટી દિલ્લી અને જાપાનના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ એડવાન્સ્ડ ઈન્ડસ્ટ્રીય સાયન્સ એન્ડ ટેકનોલૉજી પ્રાકૃતિક સંશાધનોને આધુનિક ટેકનોલૉજી સાથે મિલાવીને પારંપરિક માહિતીઓને ઠોસ આધાર આપવામાં દાયકાઓથી લાગેલા છે. સુંદરના જણાવ્યા મુજબ આ શોધપત્રનો પહેલ રિપોર્ટ આંતરરાષ્ટ્રીય શોધ પત્રિકા જર્નલ ઑફ બાયોમૉલિક્યુરલ ડાયનામિક્સમાં પ્રકાશિત કરવાની અનુમિત મળી ગઈ છે. આવનારા થોડા દિવસોમાં પ્રકાશિત થવાની આશા છે. આ શોધને આગળ વધારીને અશ્વગંધાથી કોવિડ-19ની દવા બનાવવાની દિશામાં કામ શરૂ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે નોવલ કોરોના વાયરસને પહેલો કેસ ગયા વર્ષે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ચીનના વુહાન શહેરમાં આવ્યા અને આજે આ આંકડો 48 લાખને પાર કરવાનો છે. આ દરમિયાન દુનિયાભરમાં 3 લાખથી વધુ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. પરંતુ અત્યાર સુધી દુનિયામાં આના ઈલાજ માટે દવા અને અટકાવવા માટે વેક્સીન શોધી શકાઈ નથી. એવામાં જો આઈઆઈટી દિલ્લીનુ આ રિસર્ચ કારગર સાબિત થયુ તો ભારત જ નહિ પરંતુ દુનિયાના દિવસો બદલાઈ શકે છે.

વિઝાગ ગેસ લીકેજઃ NGTના LG પૉલિમરને 50 કરોડ જમા કરાવવાના નિર્દેશ પર રોકથી SCની મનાઈવિઝાગ ગેસ લીકેજઃ NGTના LG પૉલિમરને 50 કરોડ જમા કરાવવાના નિર્દેશ પર રોકથી SCની મનાઈ

English summary
Ashwagandha is possible cure to corona virus! IIT Delhi and Japanese NIAIST study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X