For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સ્મશાન બન્યુ કેદારનાથ, લાશો વચ્ચે વિતાવી રાત'

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જૂનઃ કુદરતના કહેરથી બચીને બિહારના પૂર્વ સ્વાસ્થ્યમંત્રી અશ્વિની ચૌબે ઉત્તરાખંડથી પરત આવી ગયા છે અને તેમની આપવીતી જણાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, કેદારનાથમાં ભારે વિનાશ થયો છે અને પ્રશાસન તરફથી કંઇ ખાસ કરવામાં આવ્યું નથી.

તેમણે એમ પણ કહ્યું કે, માત્ર કેદારનાથમાં જ 15થી 20 હજાર લોકોના મોત નીપજ્યાં હોવાની આશંકા છે. નોંધનીય છે કે પૂર્વ મંત્રી અશ્વિની ચૌબે પોતાના પરિવાર સાથે કેદારનાથના દર્શને ગયા હતા, પરંતુ તે પૂરમાં ફસાઇ ગયા હતા.

કેદારનાથથી સહીસલામત પરત ફર્યા બાદ ચૌબેએ દહેરાદૂનમાં કહ્યું કે ભારે વિનાશ છતાં સરકારે વધારે કંઇ ખાસ કરી રહી નથી અને તે પોતાના દમ પર પરત ફર્યાં છે. તેમનું કહેવું હતું કે કેદારનાથ મંદિર પરિસરમાં લાશો જ લાશો છે.

સ્મશાન બન્યુ કેદારનાથ

સ્મશાન બન્યુ કેદારનાથ

અશ્વિની ચૌબેએ કહ્યું કે, કેદારનાથ મંદિર સ્મશાનમાં ફેરવાઇ ગયું છે. મે અને મારા પરિવારે લાશો વચ્ચે બે દિવસ વિતાવ્યા છે. ઘણા લોકોએ ત્રણ દિવસ પછી સુવિધાઓના અભાવમાં દમ તોડી દીધો, ત્યાં દવા, કપડાં અને ખાવાની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી.

સરકાર પર ગંભીર આરોપ

સરકાર પર ગંભીર આરોપ

ચૌબેએ ઉત્તરાખંડ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, સરકારને પહેલાંથી ખબર હતી કે મોસમ ખરાબ થવાનું છે, પરંતુ તેમ છતાં જનતા સુધી તેની સૂચના પહોંચાડવામાં આવી નથી. તેમણે કહ્યું કે, આવી સરકાર શા કામની જે જનતાને મોતના મોમાં ધકેલી દે. આ વચ્ચે, ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે માંગ કરી છે કે, ઉત્તરાખંડ વિનાશને રાષ્ટ્રીય આફત જાહેર કરવામાં આવે.

રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણો

રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણો

કેદારનાથમાં પહેલા કુદરતે કહેર વરસાવ્યો અને હવે ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણો ઉભી થઇ રહી છે. રાહતના સમાચાર એ છે કે કેટલાક સ્થળો પર મોસમ સારું હોવાના કારણે હેલિકોપ્ટરની મદદથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યાં છે. સરકારી આંકડા અનુસાર પ્રદેશમાં મૃતકોની સંખ્યા 150 સુધી પહોંચી ગઇ છે. હજુ પણ આ વિસ્તારમાં 62 હજાર જેટલા લોકો ફંસાયેલા છે.

કેદારનાથમાં ભારે વિનાશ

કેદારનાથમાં ભારે વિનાશ

કેદારનાથમાં ભારે વિનાશ

English summary
Former BJP minister Ashwini Chaubey recalled the horror of spending four nights inside the Kedarnath temple by saying that he was surrounded by dead bodies and he saw people dying in front of his eyes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X