For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈનામના 30 લાખ રૂપિયા પાછા લઇ લો, પરંતુ નોકરી આપો

જાકાર્તામાં થયેલા એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર સુધા સિંહએ ઉત્તરપ્રદેશ સરકાર તરફથી આપવામાં આવી રહેલા 30 લાખ રૂપિયા લેવાનો ઇન્કાર કરી દીધો.

|
Google Oneindia Gujarati News

જાકાર્તામાં થયેલા એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર સુધા સિંહએ ઉત્તરપ્રદેશ સરકાર તરફથી આપવામાં આવી રહેલા 30 લાખ રૂપિયા લેવાનો ઇન્કાર કરી દીધો. સુધા સિંહએ કહ્યું કે જ્યાં સુધી તેને નોકરી અથવા નોકરીનું વચન નહીં મળે ત્યાં સુધી તે ઈનામનો સ્વીકાર નહીં કરે. મેડલ વિજેતા સુધા સિંહએ મંગળવારે એક સમ્માન સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં આ વાત કહી. પરંતુ ત્યારપછી તેને ઈનામનો સ્વીકાર કરી લીધો.

મુખ્યમંત્રી અને રાજ્યપાલ સામે ઇનામ ઠુકરાવ્યું

મુખ્યમંત્રી અને રાજ્યપાલ સામે ઇનામ ઠુકરાવ્યું

લખનવમાં મંગળવારે ખેલાડીઓ માટે આયોજિત કરવામાં આવેલા સમ્માન સમારોહમાં એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા સુધા સિંહએ યોગી આદિત્યનાથ ઘ્વારા આપવામાં આવી રહેલા 30 લાખ રૂપિયા લેવાથી ઇન્કાર કરી દીધો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાયક ખેલાડીઓનું સમ્માન કરી રહ્યા હતા. જયારે સુધાને 30 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું ત્યારે તેને ઇનામ લેવાની ના પાડી દીધી.

સુધાએ કહ્યું, મને નોકરી જોઈએ, પૈસા નહીં

સુધાએ કહ્યું, મને નોકરી જોઈએ, પૈસા નહીં

સુધાએ સમ્માન સમારોહમાં પૈસા લેવાની ના પાડી ત્યારે આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. ઇનામને વિનમ્રતાથી અસ્વીકાર કરતા સુધાએ સીએમ અને રાજ્યપાલને કહ્યું કે મને નોકરી જોઈએ છે, પૈસા નહીં. તેને કહ્યું કે આ પૈસા રાજ્યના યુવા ખેલાડીઓને આપી દો પરંતુ મને નોકરી આપો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘ્વારા નોકરીનું વચન મળ્યા પછી જ સુધાએ ઈનામનો સ્વીકાર કર્યો.

સુધાએ અર્જુન એવોર્ડ અને 6 ઇન્ટરનેશનલ મેડલ જીત્યા છે

સુધાએ અર્જુન એવોર્ડ અને 6 ઇન્ટરનેશનલ મેડલ જીત્યા છે

સુધાએ વર્ષ 2010 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને વર્ષ 2018 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમની ઉપલબ્ધી માટે તેમને અર્જુન એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. તેમને 6 ઇન્ટરનેશનલ મેડલ પણ જીત્યા છે.

English summary
Asian Games Gold Medallist Sudha Singh Refuses Cash Prize From UP Government, Asks For A Job Instead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X