For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામમાં ભાજપ સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, 25 ટકા દેવું માફ

આસામમાં ભાજપ સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, 25 ટકા દેવું માફ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ત્રણ રાજ્યોમાં ચૂંટણી જીત્યા બાદ જેવી રીતે કોંગ્રેસે ખેડૂતોનું દેવું માફ કર્યું છે તેનાથી ભાજપને એક પ્રકારે ડર પેસી ગયો છે. હવે અન્ય રાજ્યોમાં પણ ખેડૂતોનાં દેવાં માફીની જાહેરાતો થવા લાગી છે. ભાજપ શાસિત આસામ સરકારે પણ ખેડૂતોનાં લોન માફીની જાહેરાત કરી છે. આસામમાં સરકારે ખેડૂતોનું 25 ટકા દેવું માફ કરવાનો ફેસલો લીધો છે. આસામ સરકારમાં મંત્રી સીએમ પટવારીએ જણાવ્યું કે કેબિનેટે ખેડૂતોનું 25 ટકા દેવું માફ કરવાનો ફેસલો લીધો, સાથે જ ખેડૂતોને 25000 રૂપિયા સુધીની મદદ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવશે. જે ખેડૂતોએ પહેલેથી જ પોતાની લોન ચૂકવી દીધી છે તેમને સ્માર્ટ ખેડૂતો તરીકે 25 હજાર રૂપિયા સુધીનો લાભ આપવામાં આવશે.

loan

ઉલ્લેખનીય છે કે અગાઉ છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં સરકાર બનાવ્યા બાદ કોંગ્રેસ સરકારે ખેડૂતોની લોન માફ કરવાની ઘોષણા કરી હતી. જણાવી દઈએ કે આ તમામ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ વાયદો કર્યો હતો કે સરકાર બન્યાના 10 દિવસમાં જ ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે. પરંતુ જેવી રીતે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનું નિવેદન સામે આવી રહ્યું હતું, તે બાદ સવાલ ઉઠાવવામાં આી રહ્યો હતો કે શું કોંગ્રેસ પોતાના આ વાયદાને પૂરો કરી શકશે? તમામ અંદાજાઓની વચ્ચે કોંગ્રેસ સરકારે દેવું માફ કરીને ભાજપ સરકાર પર દબાણ નાખ્યું, જેને કારણે આખરે ભાજપ સરકારે પણ આસામમાં ખેડૂતોને મોટી રાહત આપી.

આ પણ વાંચો- આચારસંહિતા લાગુ છતાં 650 કરોડના વીજળી બિલ માફીની જાહેરાત કરી ફસાઈ ગુજરાત સરકાર

English summary
Assam: 25 percent of farmers loan will be refunded of the farmers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X