
અસમ: બ્રહ્મપુત્રા નદીમાં 2 હોડીઓ વચ્ચે અકસ્માત, 50માંથી 40 લોકોને બચાવાયા, બચાવ કામગીરી ચાલુ
આસામમાં બુધવારે મોટો અકસ્માત થયો હતો, જ્યાં બ્રહ્મપુત્રા નદીમાં બે બોટ ટકરાઈ હતી. પ્રારંભિક માહિતીમાં કહેવામાં આવી રહ્યું હતું કે, બંને બોટમાં લગભગ 100 લોકો હતા, પરંતુ જોરહાટના એડિશનલ ડીસી દામોદર બર્મને જણાવ્યું કે બોટમાં લગભગ 50 લોકો હતા. ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્રની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
નવીનતમ માહિતી અનુસાર અકસ્માતમાં બોટમાં લગભગ 50 લોકો સામેલ હતા, જેમાંથી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જે જોરહાટના એડિશનલ ડીસી દામોદર બર્મન દ્વારા આપવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે બચાવ ટીમ સ્થળ પર હાજર છે. આ ઘટનાનો વીડિયો કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ પણ બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દુખ વ્યક્ત કરતા સીએમ હિમંત બિસ્વાએ ઘાયલોને શક્ય તમામ મદદ માટે સૂચના આપી છે.
આસામના સીએમે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોન કરીને જોરહાટના નીમતીઘાટ પર બોટ દુર્ઘટના વિશે પૂછપરછ કરી અને અત્યાર સુધી બચાવાયેલા લોકોની સ્થિતિ વિશે અપડેટ લીધી. તેમણે કહ્યું કે ગૃહમંત્રી વતી, કેન્દ્ર સરકારને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે કહેવામાં આવ્યું છે.
Assam CM Himanta Biswa Sarma confirms boat accident near Nimati Ghat, Jorhat
— ANI (@ANI) September 8, 2021
"Advising state minister Bimal Borah to immediately rush to the accident site. I'll also visit Nimati Ghat tomorrow" he says. pic.twitter.com/yYcG0jb84b