For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકો ચોરી કરવાની શંકામાં ભીડે ત્રણ સાધુઓને ઘેર્યા, સેનાના જવાનોએ બચાવ્યો જીવ

આસામમાં સેના અને પોલીસે બાળક ચોરી કરવાની અફવાહોમાં ભીડના હાથે ત્રણ સાધુઓને બચાવી લીધા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સાધુઓને પાછળ 500 લોકોની ભીડ પડી હતી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આસામમાં સેના અને પોલીસે બાળક ચોરી કરવાની અફવાહોમાં ભીડના હાથે ત્રણ સાધુઓને બચાવી લીધા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સાધુઓને પાછળ 500 લોકોની ભીડ પડી હતી. આ દરમિયાન પોલીસ અને આસામ રાઈફલ્સ જવાનોએ આ લોકોને ભાગતા જોયા તેની સાથે તેમનો જીવ બચી ગયો. આ ઘટના આસામના દીમા હસાઓ જિલ્લાની છે. ખરેખર ભીડે આ બાબાઓને ચોર સમજી લીધા હતા.

સેનાએ બળ પ્રયોગ કરવો પડ્યો

સેનાએ બળ પ્રયોગ કરવો પડ્યો

જોતજોતામાં ત્યાં ઘણા લોકોની ભીડ જામી ગયી. આ ઘટનામાં ત્રણે બાબાઓને હલકી ઇજા પણ પહોંચી છે. બાબાઓને ભીડથી બચાવવા માટે સેનાએ બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. આ ઘટના પછી ગુરુવારે પોલીસ અધિકારીઓની ઇમર્જન્સી બેઠક પણ બોલાવવામાં આવી હતી.

લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો પડ્યો

લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો પડ્યો

સેના અને પોલીસે ભીડને સમજાવવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ પણ કર્યો. ઘણી મહેનત પછી ભીડ પર કાબુ મેળવવામાં આવ્યો. લાઉડસ્પીકર પર પોલીસે જણાવ્યું કે તેઓ કાનૂન પોતાના હાથમાં ના લે. આપણે જણાવી દઈએ કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી બાળકો ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી છે.

સાધુઓની પૂછપરછ કરવામાં આવી રહી છે

સાધુઓની પૂછપરછ કરવામાં આવી રહી છે

પોલીસ અને સેના હજુ પણ સાધુઓની પૂછપરછ કરી રહી છે કે તેઓ કોણ છે? ક્યાંથી આવ્યા છે અને અહીં શુ કરી રહ્યા છે? હજુ સુધી આ સાધુઓ વિશે વધુ જાણકારી નથી મળી શકી.

English summary
Assam Army, cops rescue three from lynching rumours of child lifting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X