For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Assam Flood : આસામમાં પૂરને કારણે 25 લોકોના મોત, PM મોદીએ CM સાથે સમિક્ષા કરી

આસામમાં અવિરત વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શનિવારના રોજ પૂરમાં ચાર બાળકો સહિત વધુ 8 લોકોના મોત થયા હતા.

|
Google Oneindia Gujarati News

Assam Flood : આસામમાં અવિરત વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શનિવારના રોજ પૂરમાં ચાર બાળકો સહિત વધુ 8 લોકોના મોત થયા હતા. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા છે. રિપોર્ટ અનુસાર 8 લોકો હજૂ પણ લાપતા છે, જેમની શોધખોળ ચાલી રહી છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ તમામ શક્ય મદદની ખાતરી આપી છે.

વડાપ્રધાને મદદની ખાતરી આપી

વડાપ્રધાને મદદની ખાતરી આપી

હોજાઈ જિલ્લામાંથી ચાર, બાજલી, કાર્બી આંગલોંગ વેસ્ટ, કોંકરાઝાર અને તામુલપુરમાંથી ચાર લોકો ગુમ થયા છે. આ વર્ષે પૂરને કારણેઆસામમાં કુલ 62 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આસામમાં પૂરની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાસરમાને ફોન કરીને પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.

ભૂતાનમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું

ભૂતાનમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું

આસામમાં 32 જિલ્લાઓમાં 31 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્રા નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે 4291 ગામો પાણીમાંગરકાવ થયા છે, 66,455 જેટલી એકર જમીન અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.

બરપેટાના જિલ્લા વહીવટી તંત્ર તરફથી કહેવામાંઆવ્યું છે કે અહીંના ગ્રામીણો ગામ છોડવા તૈયાર નથી, તેઓએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાં ઘણી કિંમતી ચીજવસ્તુઓ છે, પરંતુ અમેતેમને કોઈ રીતે સમજાવી શક્યા કે તેઓ તેમનું ઘર ખાલી કરી દે. અમે હવે રાહત શિબિરો સ્થાપી રહ્યા છીએ. અમે પહેલેથી જ ખોરાક અનેઅન્ય આવશ્યક વસ્તુઓ એકત્રિત કરી લીધી છે.

ભૂતાનમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે અને તેની અસર આપણા જિલ્લાઓનેપણ થઈ રહી છે, આવનારા દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

પૂર પ્રભાવિત જિલ્લાઓ

પૂર પ્રભાવિત જિલ્લાઓ

લગભગ 1.56 લાખ લોકોએ રાહત શિબિરોમાં આશ્રય લીધો છે, રાજ્યમાં 21 જિલ્લામાં 514 રાહત શિબિરો બનાવવામાં આવી છે. પૂરથીપ્રભાવિત જિલ્લાઓ વિશે વાત કરીએ તો, આ છે બાજલી, બક્ષા, બરપેટા, વિશ્વનાથ, બોંગેગાંવ, કચર, ચિરાંગ, દુરાંગ, ધેમાજી, ધુબરી,ડિબ્રુગઢ, દિમા હસાઓ, ગોલપારા, ગોલાઘાટ, હોજાઈ કામરૂપ, કાર્બી, કરીમગંજ, કોંકરાઝાર, લાખાપુર, માજુલી, મોરીગાંવ, નાગાંવ,નલબારી, શિવસાગર, સોનિતપુર, સલમારા, તામુલપુર, તિનસુકિયા, ઉદલગુરી.

English summary
Assam Flood : 25 people were died in Assam Flood , PM Modi reviews with CM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X