For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRC લિસ્ટમાંથી ગાયબ 19 લાખ લોકો માટે ગૃહ મંત્રાલયનું મોટુ એલાન

અસમમાં એનઆરસીનુ ફાઈનલ લિસ્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. આ લિસ્ટમાં 19 લાખ લોકોના નામ ગાયબ થઈ ગયા બાદ એ તમામ લોકો માટે ગૃહ મંત્રાલયે મોટુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

અસમમાં એનઆરસીનુ ફાઈનલ લિસ્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. આ લિસ્ટમાં 19 લાખ લોકોના નામ ગાયબ થઈ ગયા બાદ એ તમામ લોકો પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. જો કે સરકાર તરફથી આ લોકોને 120 દિવસનો સમય આપવામાં આવ્યો છે જેથી તે પોતાનો પક્ષ રાખી શકે. એટલુ જ નહિ સરકારે નિર્ણય કર્યો છે કે જે લોકોના નામ એનઆરસીમાં નથી તેમને કાયદાકીય મદદ પણ આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સમાં જે લોકોના નામ નથી અને તેમને કાયદાકીય મદદની જરૂર હોય તો સરકાર તરફથી આ મદદ આપવામાં આવશે.

દરેકને કાનૂની મદદ આપવામાં આવશે

દરેકને કાનૂની મદદ આપવામાં આવશે

ગૃહ મંત્રાલય તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યુ છે કે રાજ્ય સરકારને પણ આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરી છે જે લોકોના નામ એનઆરસીની ફાઈનલ લિસ્ટમાં નથી તેમને કાયદાકીય મદદ માટે રાજ્ય સરકારે પણ વ્યવસ્થા કરી છે. તેમને ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસીઝ ઑથોરિટીઝ તરફથી દરેક પ્રકારની મદદ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે જે લોકોના નામ એનઆરસીમાં નથી તેમની ધરપકડ કરવામાં નહિ આવે અને તેમને બંધક પણ બનાવવામાં નહિ આવે. આ લોકો એનઆરસીમાં તેમના નામ શામેલ ન કરાવા પર પોતાના બધા વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે.

કોઈની પણ ધરપકડ કરવામાં નહિ આવે

કોઈની પણ ધરપકડ કરવામાં નહિ આવે

ટ્વીટમાં કહેવામાં આવ્યુ છે કે એનઆરસીમાં જે લોકોના નામ નથી એ લોકો જ્યાં સુધી કાયદાકીય રીતે પોતાના તમામ વિકલ્પોનો ઉપયોગ કરી રહ્યા છે ત્યાં સુધી તેમની કોઈ પણ પરિસ્થિતિમાં ધરપકડ કરવામાં નહિ આવે. આ દરમિયાન આ લોકો દેશના બીજા કોઈ પણ નાગરિકની જેમ પહેલાની જેમ બધા અધિકારોનો ઉપયોગ કરી શકે છે. આ લોકો રોજગારમાં અધિકાર, શિક્ષણમાં અધિકાર અને સંપત્તિમાં અધિકારનો પણ ઉપયોગ ત્યાં સુધી કરી શકે છે.

આ પણ વાંચોઃ Video: પાકિસ્તાન બૉર્ડરથી 30 કિમી દૂર પઠાણકોટમાં તૈનાત 8 અટેક હેલીકોપ્ટર અપાચેઆ પણ વાંચોઃ Video: પાકિસ્તાન બૉર્ડરથી 30 કિમી દૂર પઠાણકોટમાં તૈનાત 8 અટેક હેલીકોપ્ટર અપાચે

120 દિવસનો સમય

120 દિવસનો સમય

એક અન્ય ટ્વીટમાં ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે 200 નવી ફૉરેનર ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે જ્યાં અસમના લોકો અંગે સુનાવણી થશે. આના માટે જરૂરી ન્યાયિક પ્રક્રિયાને પૂરી કરવામાં આવી રહી છે જેથી આ નિર્ણયના કારણે પ્રભાવિત લોકોને 8 ઓગસ્ટ બાદ 120 દિવસ સુધી પોતાની વાત રાખી શકે. તમને જણાવી દઈએ કે પહેલેથી 100 ફૉરેન ટ્રિબ્યુનલ કાર્યરત છે પરંતુ સરકારે 200 નવી ફૉરેન ટ્રિબ્યુનલને સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે જેણે પોતાનુ કામ કરવુ શરૂ કરી દીધુ છે.

30 ઓગસ્ટે લિસ્ટ જારી

30 ઓગસ્ટે લિસ્ટ જારી

તમને જણાવી દઈએ કે અસમમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સની ફાઈનલ લિસ્ટને 30 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી છે જેમાં 19 લાખ લોકોના નામ શામેલ નથી. એનઆરસીના સ્ટેટ કૉ ઓર્ડિનેટર પ્રતીક હજેલાએ કહ્યુ કે કુલ 31121004 એનઆરસીમાં શામેલ કરાવવા યોગ્ય છે જ્યારે 1906657 જેમણે દાવા રજૂ કર્યા નથી તેમને આ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા નથી. તમને જણાવી દઈએ કે આ લિસ્ટને એટલા માટે તૈયાર કરવામાં આવ્યુ છે જેથી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને બહાર કાઢી શકાય કે જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ભારત આવ્યા હતા.

English summary
Assam: MHA says legal help will be provided to the needy people excluded from NRC list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X