For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસમમાં સ્થાનીય ચૂંટણી: પોલીસ ફાયરિંગમાં 19ના મોત

|
Google Oneindia Gujarati News

assam violence
ગ્લાલપાડા, 13 ફેબ્રુઆરી: આસમમાં સ્થાનીય ચૂંટણીનો વિરોધ કરી રહેલા જનજાતિય સમુદાય અને પોલીસ વચ્ચે થયેલી હિંસક જડપમાં કુલ 19 લોકોના મોત થયા છે. જેમાં 13 લોકોના મોત પોલીસ ફાયરિંગમાં થયા છે. આની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી તરુણ ગોગોઇએ ફાયરિંગમાં માર્યા ગયેલા પ્રત્યેક વક્તિના પરિજનોને પાંચ લાખ રુપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

રાજધાની ગુવાહાટીથી 120 કિલોમીટર દૂર ગ્લાલાપાડામાં પોલીસે પંચાયત ચૂંટણીનો વિરોધ કરી રહેલા રાભા જનજાતિના લોકો પર એ વખતે ફાયરિંગ કર્યું જ્યારે તેઓ વિરોધ કરતા કરતા આગચંપી જેવી ઘટનાઓને અંજામ આપવા પર ઉતરી આવ્યા. પ્રદર્શનકારીઓએ સરકારી અધિકારીઓ પર પણ હુમલો કર્યો. પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ સીરઆપીએફના એક જવાન પર ચાકુથી હુમલો કર્યો અને તેમના હથિયાર પણ છીનવાની કોશીશ કરી. છ લોકોના મોત અંદરો અંદરની તકરારમાં થયા હતા.

ઘટના બાદ કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા માટે સેનાને સ્થાનીય પોલીની મદદ કરવા માટે અત્રે ફરજ પર મૂકી દેવાઇ છે. રાજ્યના ગૃહસચિવે જાણકારી આપી છે કે જિલ્લા પ્રશાસનના આગ્રહ પર સેનાના લગભગ 500 જેટલા જવાનો અત્રે ફરજ માટે મૂકવામાં આવ્યા છે, તેમજ બે વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. રાભા જનજાતિ આ વિસ્તારમાં સ્વાયતત્તાની માંગ કરી રહી છે અને સરકારી નિયંત્રણને હટાવવાની માંગ કરી રહી છે.

English summary
Assam poll violence, Toll rises to 19 after overnight clashes, fresh police firing; curfew imposed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X