મુસલમાનોને બીજા દરજ્જાના નાગરિક માને છે મોદી સરકારઃ ઓવૈસી
ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા સુધારા બિલનો વિરોધ કરીને ભાજપ પર નિશાન સાધ્યુ છે. ઓવૈસીએ આ નાગરિકતા સુધારા બિલ દ્વારા કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. ઓવૈસીએ આ નાગરિકતા સુધારા બિલનો વિરોધ કરીને કહ્યુ કે ભારતીય બંધારણમાં લખ્યુ છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. જો દેશ ધર્મનિરપેક્ષ હોય અને ભાજપ આને ધાર્મિક દેશ બનાવવા ઈચ્છે છે તો તે એમના પર નિર્ભર છે.

ધર્મનિરપેક્ષતા પર અસર પડશે
ઓવૈસીએ કહ્યુ કે જો નાગરિકતા બિલ ભારતમાં લાગુ થાય તો દેશની ધર્મનિરપેક્ષતા પર અસર પડશે. એક ધર્મનિરપેક્ષ દેશની સ્થિતિ ધર્મશાસિત દેશમાં બદલી દેશે. ઓવૈસીએ કહ્યુ કે નાગરિકતા બિલ દ્વારા ભારતીય બંધારણના અનુચ્છેદ 14 અને 21નુ ઉલ્લંઘન થઈ રહ્યુ છે.
|
પીડિતજનો સાથે શું કરવા જઈ રહ્યા છે
તેમણે કહ્યુ કે આ નાગરિકતા બિલમાં ઉત્તર-પૂર્વ રાજ્યોને આમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે કેન્દ્રની ભાજપ સરકાર ધાર્મિક આધારે કાયદો બનાવી રહી છે, જે અનુચ્છેદ 14 અને 21નુ ઉલ્લંઘન છે. તે નાસ્તિક અને દેશના પીડિતજનો સાથે શું કરવા જઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ બિગ બૉસમાં આવી ચૂકેલ આ અભિનેત્રીને લિવ-ઈન પાર્ટનર આપી રહ્યો છે એસિડ એટેકની ધમકી
|
આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની મજાક
ઓવૈસીએ કહ્યુ કે નાગરિકતા સુધારા બિલ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની મજાક બનાવી રહ્યુ છે. વળી, તેમણે કહ્યુ કે આ બિલથી ભાજપ મુસ્લિમોને એ સંદેશ આપવા ઈચ્છે છે કે તે દેશના બીજા દરજ્જાના નાગરિક છે. ઓવૈસીએ કહ્યુ કે જ્યાં સુધી ભારતમાં બંધારણ છે તેને ધાર્મિક દેશ ન બનાવી શકાય.