For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ નક્કી કરશે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી

સંસદના આ સત્રમાં કયા મુદ્દા હાવી રહેશે અને પક્ષ-વિપક્ષ કયા પ્રકારનું વલણ અપનાવશે તે આજે આવનારા પરિણામ પર નિર્ભર કરશે.

|
Google Oneindia Gujarati News

આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ ઘોષિત થવા છે. એવામાં તમામ રાજકીય દળો માટે આ ચૂંટણી પરિણામ ઘણા મહત્વના સાબિત થવાના છે. એક તરફ જ્યાં આજે ચૂંટણી પરિણામ ઘોષિત થવાના છે તો બીજી તરફ આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે. સંસદના આ સત્રમાં કયા મુદ્દા હાવી રહેશે અને પક્ષ-વિપક્ષ કયા પ્રકારનું વલણ અપનાવશે તે આજે આવનારા પરિણામ પર નિર્ભર કરશે. પાંચ રાજ્યોમાં જો ભાજપને નુકશાન થાય તો સ્પષ્ટ છે કે વિપક્ષ સરકાર પર વધુ હુમલાવર થશે.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ 2018: પરિણામ પહેલા કોંગ્રેસનો વિજયી ભવ યજ્ઞઆ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ 2018: પરિણામ પહેલા કોંગ્રેસનો વિજયી ભવ યજ્ઞ

rajyasabha

આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા આ સંસદનું છેલ્લુ પૂર્ણકાલિન સત્ર છે માટે પાંચ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાના, છત્તીસગઢ અને મિઝોરમના પરિણામ સત્રની દશા અને દિશ નક્કી કરશે. આજે આવનારા ચૂંટણી પરિણામ બાદ સ્પષ્ટ થઈ જશે કે કોંગ્રેસ અને ભાજપમાંથી વર્તમાન સમયમાં કોનુ પલડુ ભારે છે. શિયાળુ સત્ર દરમિયાન ઘણા મહત્વના બિલો પાસ કરાવવાની પણ સરકારની પ્રાથમિકતા હશે.

આ પણ વાંચોઃ ઉર્જિત પટેલનું રાજીનામું દેશની અર્થવ્યવસ્તા માટે મોટો ફટકોઃ મનમોહન સિંહઆ પણ વાંચોઃ ઉર્જિત પટેલનું રાજીનામું દેશની અર્થવ્યવસ્તા માટે મોટો ફટકોઃ મનમોહન સિંહ

સરકાર સામે જે મહત્વના બિલો પાસ કરાવવાનો પડકાર છે તેમાં મુખ્ય રીતે ત્રણ તલાક સૌથી મહત્વનું છે જેમાં ત્રણ તલાકને ગુનો ઘોષિત કરવામાં આવ્યો છે. આ સાથે ભારતીય ચિકિત્સા પરિષદ સંશોધન અને ભારતીય કંપની કાયદામાં સુધારાના વટહુકમને પણ આ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત રાફેલ ડીલ, સીબીઆઈ, આરબીઆઈ વિવાદ અંગે કોંગ્રેસ ભાજપ પર આકરા પ્રહારો કરી શકે છે અને સંસદનું સત્ર હંગામેદાર રહેવાની આશા છે.

English summary
Assembly Elections Results of 5 states will set the tone for Winter session of parliament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X