For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાનસભા ચૂંટણી પરિણામની વચ્ચે સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ?

સોનિયા ગાંધીને મળ્યા રાહુલ ગાંધી, જાણો શું વાત થઈ?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરી ચલુ છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી શાનદાર પ્રદર્શન કરી રહી છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ અત્યાર સુધી રુઝાનોમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે, જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર યથાવત છે. આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી યુપીએના સુપ્રીમો સોનિયા ગાંધીને મળવા માટે પોતાના નિવાસ સ્થાન 10 જનપથ પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ મુલાકાતમાં એણની વચ્ચે આગામી રણનીતિને લઈને ચર્ચા થઈ છે.

સોનિયાને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી

સોનિયાને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી

ભાજપ શાસિત ત્રણેય રાજ્ય મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રદર્શનને જોયા બાદ દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય બહાર જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ આજે બપોરે દોઢ વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના મા અને યૂપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને મળવા માટે પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે તેમની વચ્ચે ત્રણેય રાજ્યોને લઈને આગળની રણનીતિ પર વાત થઈ છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ

અગાઉ દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય બહાર કાર્યકર્તાઓ ભારે જશ્નમાં ડૂબ્યા હતા. એમની આ ખુશી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢથી આવી રહેલ પરિણામોને કારણે છે. ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરી રહી છે. રાજસ્તાનમાં બપોરે બે વાગ્યા સુધી સામે આવેલ આંકડાઓમાં કોંગ્રેસ 101 સીટ પર આગળ ચાલી રહી છે, જ્યારે ભાજપ 73 સીટ પર આગળ છે. છત્તીસગઢમાં પણ કોંગ્રેસ પાર્ટીને ભારે લીડ મળી છે. અહીં કોંગ્રેસ 67 સીટ પર આગળ છે જ્યારે ભાજપ 17 સીટ પર જ આગળ છે.

મધ્ય પ્રદેશમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

મધ્ય પ્રદેશમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર નાખીએ તો અહીં બપોરે 2 વાગ્યા સુધી સામે આવેલ આંકડાઓમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. અહીં કોંગ્રેસ 110 સીટ પર આગળ ચાલી રહી છે તો બીજી બાજુ ભાજપે પણ 110 સીટ પર લીડ મેળવી લીધી છે. આ આંકડાઓને જોતાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જોશ જોવા મળી રહ્યો છે. હાલ તમામ ફાઈનલ રિઝલ્ટનો ઈન્તેજાર કરી રહ્યા છે.

ના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ ના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ

English summary
Assembly Elections 2018: Congress President Rahul Gandhi reaches 10 janpath Sonia Gandhi residence in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X