For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ

ભાજપના પરિણામો પર સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યુ છે. આવો જોઈએ અમુક મઝાના મીમ્સ જેને જોઈને તમે હસવાનું રોકી નહિ શકો.

|
Google Oneindia Gujarati News

દેશના પાંચ રાજ્યોમાં મચેલા ચૂંટણી સમરના પરિણામોની તસવીર ધીમે ધીમે સાફ થઈ રહી છે. આ પરિણામોથી સૌથી વધુ ઝટકો ભાજપને લાગ્યો છે. ભાજપને આશા હતી કે લાંબા અરસાથી સત્તામાં હોવાથી સીટોની સંખ્યા ભલે ઘટી જાય પરંતુ ખુરશી નહિ જાય. પરંતુ અત્યાર સુધીના ચૂંટણીના પરિણામો જોઈને લાગી રહ્યુ છે કે ભાજપ માટે ઘણા રાજ્યોમાં પગ નીચેથી જમીન ખસી જવાની છે.

આ પણ વાંચોઃ સત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશીઆ પણ વાંચોઃ સત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી

modi-yogi

મધ્ય પ્રદેશમાં ભાજપ 110 સીટો પર આગળ છે વળી, કોંગ્રેસ 109 અને બસપા 5 સીટો પર આગળ છે. રાજસ્થાનમાં કોંગ્રેસ 96 સીટો પર આગળ છે જ્યારે ભાજપ 80 સીટો પર અને બસપા 03 સીટો પર આગળ છે. તેલંગાનામાં બંનેમાં કોંગ્રેસ અને ભાજપ બંને પર ટીઆરએસ ભારે પડી છે. ટીઆરએસ 87 સીટો પર આગળ છે. વળી, કોંગ્રેસ 21 સીટો પર, ભાજપ 02 અને અન્ય 09 સીટો પર આગળ છે.

આ પણ વાંચોઃ આજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટઆ પણ વાંચોઃ આજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ

છત્તીસગઢમાં 15 વર્ષોથી ચાલી રહેલી રમણ સિંહની સરકાર હવે સત્તાથી બહાર થવાના કગાર પર છે. રૂઝાન અનુસાર કોંગ્રેસ 58 સીટ પર આગળ છે અને ભાજપ 23 સીટ પર આગળ છે. જ્યારે બસપા 8 સીટ પર આગળ ચાલી રહી છે. ભાજપ માટે આવા પરિણામો પર સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યુ છે. આવો જોઈએ અમુક મઝાના મીમ્સ જેને જોઈને તમે હસવાનું રોકી નહિ શકો.

English summary
Assembly elections results 2018: Viral funny memes on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X