• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અવકાશમાં આજે અદભૂત નજારો, પૃથ્વી પાસેથી નીકળશે એસ્ટેરોયડ

|

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી: અવકાશમાં આજે રાત્રે અદભૂત નજારો રચાવા જઇ રહ્યો છે, જ્યારે એક એસ્ટેરોયડ પશ્ચિમી યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયાની નજીકથી પસાર થશે. જોકે નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે પૃથ્વીને આનાથી કોઇ ફર્ક પડશે નહી.

45 મીટર વ્યાસવાળા 2012 ડીએ-14 નામના આ એસ્ટેરોયડની ખોજ ગયા વર્ષે દક્ષિણી સ્પેનના કેટલાક ખગોળશાસ્ત્રીઓએ કરી હતી. ભારતમાં રાત્રે લગભગ 1 વાગ્યે આકાશમાં તારાઓની વચ્ચે ચાલતા પ્રકાશ જેવું દેખાશે. બુલેટ જેવી ઝડપવાળા આ એસ્ટેરોયડની ઝડપ 7.8 કિલોમિટર પ્રતિ સેકેન્ડ છે.

ફુટબોલના મેદાનના અડધા આકાર જેવો એક ક્ષુદ્ર ગ્રહ આજે રાત્રે 12 વાગ્યાને 10 મિનિટ પર પૃથ્વીની ખુબ જ નજીક હશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર એ સમયે તે ટીવી ઉપગ્રહો કરતા પણ ઓછી હશે. પરંતુ તેનાથી ધરતીને કોઇ નુકસાન નહી થાય. આવુ પહેલીવાર બની રહ્યું છે કે કોઇ ક્ષુદ્ર ગ્રહ ધરતીની આટલી નજીક હોય.

આ ક્ષુદ્રગ્રહની ખોજ 2004માં થઇ હતી. વૈજ્ઞાનિક તપાસમાં માલૂમ પડે છે કે 2029માં પૃથ્વીની નજીકથી પસાર થતી વખતે ધરતી સાથે ટકરાઇ જવાની સંભાવનાઓ વધારે છે.

English summary
A newly discovered asteroid about half the size of a football field will pass nearer to Earth than any other known object of its size tonight, giving scientists a rare opportunity for close-up observations without launching a probe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X