For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૂરોપીયન મેડિસિન એજન્સીએ કહ્યું, એસ્ટ્રેજેનેકા વેક્સીન સુરક્ષિત અને પ્રભાવી

યૂરોપીયન મેડિસિન એજન્સીએ કહ્યું, એસ્ટ્રેજેનેકા વેક્સીન સુરક્ષિત અને પ્રભાવી

|
Google Oneindia Gujarati News

ઑક્સફોર્ડની કોરોના વેક્સીનને લઈ યૂરોપીયન મેડિસિન એજન્સીએ કહ્યું કે આ વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત અને પ્રભાવી છે. યૂરોપીય ચિકિત્સા એજન્સીએ તપાસ બાદ કહ્યું કે એસ્ટ્રાજેનેકા વેક્સીન સુરક્ષિત અને પ્રભાવી હોવાનું અમને તમાસમાં જાણવા મળ્યું છે. પાછલા કેટલાક અઠવાડિયામાં બ્લડ ક્લૉટિંગની ફરિયાદને લઈ જર્મની, ફ્રાંસ, ઈટલી, સ્પેન અને ડેનમાર્ક સહિત કેટલાય યૂરોપીય દેશોએ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી હતી. હવે તપાસ બાદ યૂરોપીય મેડિસિન એજન્સીએ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનના ઉપયોગથી બ્લડ ક્લૉટિંગની થતી ફરિયાદને ફગાવી દીધી છે. યૂરોપીય મેડિસિન એજન્સીએ કહ્યું કે જેના આધારે એસ્ટ્રાજેનેકા વેક્સીનના ઉપયોગથી શરીરમાં બ્લડ ક્લૉટિંગ બનવું હોવાનું સાચું માની શકીએ તેવું તપાસમાં અમને કંઈ નથી મળ્યું.

corona vaccine

યૂરોપીય મેડિસિન એજન્સીના ડાયરેક્ટર એમર કુકે કહ્યું કે એજન્સીની સુરક્ષા સમિતિ એક સ્પષ્ટ વૈજ્ઞાનિક નિષ્કર્ષ પર પહોંચી ગઈ છે અને તપાસમાં અમને જાણવા મળ્યું કે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન શરીરમાં બ્લડ ક્લૉટિંગને લઈને જવાબદાર નથી. અને રસીના ડોઝથી બ્લડ ક્લૉટિંગનો કોઈ સંબંધ પણ નથી.

ઈએમએના ફાર્માકોવિજિલેંસ રિસ્ક અસેસમેન્ટ કમિટીની અધ્યક્ષ ડૉ સબાઈન સ્ટ્રસે કહ્યું- આ વેક્સીન કોવિડ 19ને રોકવામાં સુરક્ષિત અને પ્રભાવી છે, અને આના લાભ તેના જોખમથી કેટલાય વધુ છે. તેમણે કહ્યું કે- આ ઉપરાંત વેક્સીન કોવિડ 19 બીમારીને રોકવામાં પ્રભાવી છે.

તપાસમાં જાણવા મળ્યું કે રસીકરણ બાદ રિપોર્ટની કરવામાં આવેલી થ્રોમ્બોમ્બોલિક ફરિયાદની સંખ્યા સામાન્ય વસ્તીની અપેક્ષાએ બહુ ઓછી છે. માટે એસ્ટ્રાજેનેકા વેક્સીન સાથે બ્લડ ક્લૉટિંગના જોખમમાં કોઈ વધારો નથી થયો. જો કે ડૉ સબાઈન સ્ટ્રસે કહ્યું કે હાલ અમારી પાસે જે સબૂત છે તે હાલ નિશ્ચિત રૂપે નિષ્કર્ષ સાથે પર્યાપ્ત નથી કે શું આ પ્રતિકૂળ ઘટનાઓ હકીકમાં વેક્સીનના કારણે થાય છે કે નહિ?

જણાવી દઈએ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પહેલે જ કહ્યું હતું કે ઑક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત છે. ડબલ્યૂએચઓએ આ વેક્સીન પર રોક લગાવવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે તેમણે પોતાની તપાસમાં એવી કોઈ સાઈડ ઈફેક્ટ નથી જોઈ જે ઘાતક હોય.

આસામમાં આજથી ચૂંટણી મોરચો સંભાળવા ઉતરશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, 4 દિવસમાં કરશે રેલીઓઆસામમાં આજથી ચૂંટણી મોરચો સંભાળવા ઉતરશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, 4 દિવસમાં કરશે રેલીઓ

English summary
astrazeneca vaccine is safe and effective says European Medicines Agency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X