For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં રહસ્યમય તાવથી 9 લોકોના મોત, એલર્ટ જારી

કેરળના કોઝીકોડ જિલ્લામાં ભયાનક તાવને કારણે નવ લોકોના મોત નીપજ્યા છે. સ્વાસ્થ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે નવમાંથી બે વ્યક્તિ નીપા વાયરસથી પ્રભાવિત હતા.

|
Google Oneindia Gujarati News

કેરળના કોઝીકોડ જિલ્લામાં ભયાનક તાવને કારણે નવ લોકોના મોત નીપજ્યા છે. સ્વાસ્થ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે નવમાંથી બે વ્યક્તિ નીપા વાયરસથી પ્રભાવિત હતા. અન્ય મૃતકોના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર યુ વી જોસના નેતૃત્વમમાં મામલાની તપાસ અને નિરીક્ષણ માટે ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યુ છે. યુવી જોસે વાયરસથી થયેલ મોતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે મૃતકોના સેમ્પલની તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે.

fever

આ ઘટના બાદ રાજ્ય સરકારનું સ્વાસ્થ્ય વિભાગ પણ એલર્ટ થઈ ગયુ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે કે શ્યાલાએ સ્વાસ્થ્ય વિભાગના શીર્ષ અધિકારીઓ સાથે એક બેઠક પણ કરી. કોઈ પણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઈલાજના નિરીક્ષણ માટે સિંગલ વિન્ડોની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ એનસીડીસી(નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ) ને રાજ્યનો પ્રવાસ કરીને સરકારની મદદ કરવાનો આદેશ આપ્યો છે. સ્વાસ્થ્ય મંત્રીના આદેશ પર કેન્દ્રીય વિશેષજ્ઞોની ટીમ રાજ્યનો પ્રવાસ કરીને સ્થિતિનું નિરીક્ષણ કરશે.

નડ્ડાએ ટ્વિટ કરીને કહ્યું હતું, "કેરળમાં નીપા વાયરસથી થયેલ મોત અંગે રાજ્યના સ્વાસ્થ્ય સચિવ સાથે મે પરિસ્થિતિની સમીક્ષા કરી છે. મે એનસીડીસી ડાયરેક્ટરને જિલ્લાનો પ્રવાસ કરવાનો આદેશ આપ્યો છે." તમને જણાવી દઈએ કે કોઝીકોડમાં શનિવારે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં 50 વર્ષની મહિલાનું મોત નીપજ્યુ હતુ. જ્યારે તેના 25 અને 23 વર્ષના બે સંબંધીઓનું 18 અને 5 મે ના રોજ નિધન થયુ હતું.

English summary
at least nine people have died in calicut district in kerala due to high fever
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X