• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાડા ચાર વર્ષના કાર્યકાળમાં પહેલી વાર ઓફિસ ન ગયા પીએમ મોદી, કારણ?

|

'ભારત રત્ન' પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી શુક્રવારે પંચતત્વમાં વિલીન થઈ ગયા. દિલ્હીમાં સ્મૃતિ સ્થળ પર રાજકીય સમ્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને તેમની દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્યએ વાજપેયીને મુખાગ્નિ આપી. વાજપેયીના અંતિમ સંસ્કાર દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી, એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ઘણા દેશોના પ્રતિનિધિ શામેલ થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વયં વાજપેયીની અંતિમ યાત્રા સાથે પગપાળા ચાલ્યા અને આ દરમિયાન કંઈક એવુ બન્યુ જે પીએમ મોદી સાથે સાડા ચાર વર્ષોમાં નથી બન્યુ.

અંતિમ દર્શનોની વ્યવસ્થામાં વ્યસ્ત રહ્યા પીએમ

અંતિમ દર્શનોની વ્યવસ્થામાં વ્યસ્ત રહ્યા પીએમ

ગુરુવારે જ્યારે સમાચાર આવ્યા કે અટલ બિહારી વાજપેયીની તબિયત વધુ ખરાબ છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે તેમના ખબર પૂછવા ત્રણ વાર એઈમ્સ ગયા. ત્યારબાદ સાંજે વાજપેયીના નિધન બાદ પીએમ મોદી સંપૂર્ણપણે અંતિમ દર્શનની વ્યવસ્થામાં વ્યસ્ત થઈ ગયા. અટલના પાર્થિવ શરીરને એઈમ્સથી તેમના સરકારી નિવાસ સ્થાને લાવવા, આગલા દિવસે સરકારી નિવાસથી ભાજપના મુખ્ય કાર્યાલય પહોંચાડવુ અને અંતિમ યાત્રા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક જગ્યાએ સ્વયં હાજર રહ્યા. અને... સાડા ચાર વર્ષના કાર્યકાળમાં શુક્રવારે એવુ પહેલી વાર બન્યુ જ્યારે દિલ્હીમાં હોવા છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના કાર્યાલયમાં ન ગયા.

આ પણ વાંચોઃ કેરળમાં સદીનું સૌથી ભયાનક પૂર, 324 ના મોત, પીએમ મોદી કરશે સર્વે

છેલ્લી ઘડીએ બદલ્યુ પીએમ મોદીએ પોતાનું શિડ્યુલ

છેલ્લી ઘડીએ બદલ્યુ પીએમ મોદીએ પોતાનું શિડ્યુલ

સૂત્રોનું કહેવુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લી ઘડીએ અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રામાં પગપાળા જવાનો નિર્ણય કર્યો. આ પહેલા જાણકારી આપવામાં આવી હતી કે પીએમ મોદી સીધા સ્મૃતિ સ્થળ પહોંચશે પરંતુ છેલ્લી ઘડીએ તેમણે પોતાનું શિડ્યુલ બદલીને અંતિમ યાત્રામાં પગપાળા જવાનો નિર્ણય લીધો. પ્રધાનમંત્રી સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત અને હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર સહિત પાર્ટીના ઘણા નેતા પણ પગપાળા ચાલીને સ્મૃતિ સ્થળ પહોંચ્યા.

આ પણ વાંચોઃ હસીન જહાંની માંગ કોર્ટે ફગાવી, શમી 7 લાખ નહિ પુત્રીને આપશે 80 હજાર/માસ

અને જ્યારે ભાવુક થયા પીએમ મોદી સ્મૃતિ સ્થળ પર

અને જ્યારે ભાવુક થયા પીએમ મોદી સ્મૃતિ સ્થળ પર

જ્યારે અટલ બિહારી વાજપેયીનું પાર્થિવ શરીર અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યુ હતુ ત્યારે પીએમ મોદી પોતાને રોકી ન શક્યા અને ભાવુક થઈ ગયા. જો કે તેમણે પોતાને સંભાળ્યા અને સામાન્ય થવાની કોશિશ કરી. ત્યારબાદ તેઓ બાજુમાં ઉભેલા પોતાની કેબિનેટના એક મંત્રી સાથે વાત કરવા લાગ્યા. અંતિમ સંસ્કાર બાદ પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ આપતો ફોટો શેર કર્યો. સાથે લખ્યુ, ‘અટલજી, બધા ભારતીયોના દિલ અને દિમાગમાં રહેશે. દેશ નિર્માણમાં આપના યોગદાનને લોકો ક્યારેય નહિ ભૂલી શકે.'

આ પણ વાંચોઃ ઈમરાન ખાન બન્યા પાકિસ્તાનના 22 માં પ્રધાનમંત્રી, નવજોત સિંહ પણ રહ્યા હાજર

English summary
Atal Bihari Vajpayee: PM Narendra Modi Not Gone Office For First Time in His Tenure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X