• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અટલ પેન્શન યોજના સંબંધિત 15 સવાલો જે તમારા મનમાં ઉઠી શકે છે

|

કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રોમાં દૈનિક મજૂરીથી કમાણી કરતા જેવા કે ડ્રાઈવરો, શ્રમિકોના ભવિષ્યને જોતા 2015-16 ના બજેટમાં અટલ પેન્શન યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અનુસાર 60 વર્ષની ઉંમરથી 1,000 અને 5,000 પ્રતિ માસના રૂપમાં એક નિશ્ચિત લઘુત્તમ પેન્શન આપવામાં આવશે જેથી રિટાયરમેન્ટ બાદ તમને મુશ્કેલી ના થાય. આ યોજના રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ) ના માધ્યમથી પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (પીએફઆરડીએ) દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે. અટલ પેન્શન યોજના સાથે સંબંધિત 15 સવાલો જે આપના મનમાં ઉઠી શકે છે.

1. કોણ અને કેવી રીતે ઉઠાવી શકે છે અટલ પેન્શન યોજનાનો લાભ?

અટલ પેન્શન યોજનાનો લાભ 18 થી 40 વર્ષની ઉંમરના લોકો જ ઉઠાવી શકે છે. આનાથી ઓછી કે વધુ ઉંમરના લોકો માટે આ યોજના નથી.

2. શું આના માટે કોઈ આધાર કાર્ડ જરૂરી છે?

ના, આના માટે તમારી પાસે બેંક અકાઉન્ટ હોવુ જરૂરી છે. કેવાયસી માટે આધારની જરૂર પડશે જેથી આ યોજનાનો લાભ યોગ્ય રીતે તમને મળી શકે.

3. કેવી રીતે ઉઠાવી શકો છો અટલ પેન્શન યોજનાનો લાભ?

અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે તમારે વધુ ભાગદોડ કરવાની જરૂર નથી. આની બધી પ્રક્રિયા ઓનલાઈન છે અને તમે ઘરે બેઠા પણ આ યોજનાના સભ્ય બની શકો છો.

4. કોણ લઈ શકે અટલ પેન્શન યોજનાનો લાભ?

અટલ પેન્શન યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે છે. બસ તેના માટે તમારી પાસે એક બેંક અકાઉન્ટ હોવુ જરૂરી છે. યોજનાનો લાભ લેવા માટે સરકાર ઘણી બધી બેંકોના માધ્યમથી આનુ સંચાલન કરી રહી છે. બસ તમારે બેંકમાં જવાનું છે અને જરૂરી કાગળો આપવાના છે અને તમારુ નામ આ યોજના સાથે જોડાઈ જશે.

5. તમારે કેટલી ચૂકવણી કરવાની અને સરકાર શું આપશે?

આ યોજનામાં નામ જોડતી વખતે તમારી પાસે ત્રણ વિકલ્પ હશે. પહેલો કે તમે દર મહિને પોતાની રકમ આપવા ઈચ્છતા હોય કે ત્રિમાસિક કે છ મ માસિક પણ આ યોગદાનની રકમ આપી શકો છો. આ સાથે શરૂઆતના પાંચ વર્ષ સરકાર બીજી પણ યોગદાન રકમ આપશે. કે જે 1000 કે 5000 ના 50 ટકાથી વધુ ન હોવી જોઈએ.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પ્રધાનમંત્રીના ગુલામ છેઃ કોંગ્રેસ

6. ક્યારથી પેન્શન આપવાનું શરૂ કરશે સરકાર?

આ યોજના હેઠળ તમારી ઉંમર 60 વર્ષ થતાની સાથે જ તમે પેન્શનના હકદાર બની જશો. એના માટે બસ તમારે એક પ્રમાણપત્ર આપવાનું રહેશે જેનાથી એ માલુમ પડે કે તમારી ઉમર 60 વર્ષ થઈ ચૂકી છે.

7. આ યોજનાની ગેરેન્ટી શું?

સરકાર આ યોજનાની સંપૂર્ણ ગેરેન્ટી આપે છે. એવુ નથી કે બીજી સરકાર આવે અને આ યોજનાને બંધ કરી દે. સરકારનો દાવો છે કે તમારા પૈસા ક્યાંય જશે નહિ અને તમને પેન્શનની પૂરી ગેરેન્ટી મળશે.

8. સભ્યના મોત બાદ શું?

આ પણ એક મોટો સવાલ એ પણ છે કે જો 60 વર્ષ પહેલા કે બાદમાં સભ્યનું મોત થઈ જાય જેના નામ પર પેન્શન સ્કીમ રજિસ્ટર છે. પરંતુ સરકારે આના માટે નિર્દશિત કર્યા છે કે ઈનકેસ જો આ યોજનામાં શામેલ સભ્યનું મોત થઈ જાય તો એવુ નથી કે તમારા પૈસા ડૂબી જશે. પેન્શનના પૈસા તમારી પત્નીને મળવા લાગશે. જો સભ્ય અને તેની પત્ની બંનેનું મોત થઈ જાય તો સરકાર તે વ્યક્તિને પેન્શન આપશે જેને તમે નોમિની બનાવ્યા છે.

9. કઈ કઈ બેંકમાં જઈને લઈ શકો છો યોજનાનો લાભ?

વાસ્તવમાં સરકાર આ યોજનાને રાષ્ટ્રીય સ્તર પર શરૂ કરવા માટે દેશની ઘણી મોટી બેંકો સાથે કામ કરી રહી છે. જેમાં SBI, HDFC, ICICI જેવી બેંકમાં જઈને પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

10. એક વ્યક્તિ, એક ખાતુ?

અટલ પેન્શન યોજનામાં પારદર્શિતાનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. એવુ નથી કે એક વ્યક્તિ ઘણા ખાતા ખોલાવીને પેન્શન યોજનાનો લાભ લઈ શકે છે.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારનું મીડિયાને ફરમાન, દલિત શબ્દનો ઉપયોગ ના કરો

11. કોણ સંચાલિત કરે છે આ યોજનાને?

આ યોજના રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ) ના માધ્યમથી પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (પીએફઆરડીએ) દ્વારા પ્રશાસિત કરવામાં આવે છે.

12. સ્કીમ અનુસાર આપવાનું રહેશે યોગદાન?

અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા સ્કીમને સમજવી પડશે. ત્યારબાદ એ પણ જોવુ પડશે કે તમે 1000 નું પેન્શન લેવા ઈચ્છો છો કે પછી 5000 નું. તેના હિસાબે સરકાર તમારી પાસે લેશે જે હપ્તાઓમાં હશે.

13. યોજનાની પાછળનું મુખ્ય કારણ?

આ યોજના પાછળ સરકારની ઈચ્છા છે કે આ દેશના દરેક નાગરિકને 60 વર્ષની ઉંમર બાદ પેન્શન મળે જેથી બચેલુ જીવન સરળતાથી કપાઈ શકે.

14. શું માત્ર અસંગઠિત ક્ષેત્રના લોકો જ?

વાસ્તવમાં ભારતમાં એવા લાખો લોકો છે જે અસંગઠિત ક્ષેત્રોમાં મજૂરી કરીને જીવન નિર્વાહ કરે છે. જેમ કે ડ્રાઈવર કે પછી મજૂરી કરતા લોકો. સામાન્ય રીતે આ એક અવુ ક્ષેત્ર છે જ્યાં પેન્શન જેવી કોઈ સ્કીમ હોતી નથી. એટલા માટે સરકારે પોતાના તરફથી આવા લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરી છે.

15. નિયમિત ચૂકવણી ન કરવા પર શું?

કોઈ કારણસર જો તમે નિયમિત ચૂકવણી ન કરી શકો તો તમે એક બે મહિનાની રકમ એકસાથે પણ આપી શકો છો. જો તમે 6 મહિનાથી વધુ સમય સુધી રકમ નહિ ભરો તો તમારુ ખાતુ બંધ પણ થઈ શકે છે. 24 મહિના બાદ ખાતુ સંપૂર્ણપણે બંધ કરકી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ સીજેઆઈ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે થશે રિટાયર, આવી શકે ઘણા ઐતિહાસિક ચૂકાદા

English summary
Atal Pension Yojana: There are 15 questions related to this Govt scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more