For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અબુ સાલેમ પર હુમલો : ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

|
Google Oneindia Gujarati News

abu-salem
મુંબઇ, 28 જૂન : વર્ષ 1993ના મુંબઇ બોમ્બ વિસ્ફોટના દોષિત ગેંગસ્ટર અબુ સાલેમ પર નવી મુંબઇમાં આવેલ તલોજા જેલમાં ફાયરિંગ કરી હુમલો કરવાની ઘટનામાં ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ અંગે અધિક પોલીસ મહાનિર્દેશક (જેલ) મીરા બોનવરકરે જણાવ્યું કે અબુ સાલેમ પર બે ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેલમાં હુમલો થાય તેવી બેદરકારી રાખવા બદલ ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂરી થયા બાદ જ જણાવી શકાશે કે ઘટના પાછળ કોનો હાથ છે. જો કે શંકા પાકિસ્તાનમાં છુપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો હાથ હોવાની પણ છે. સલેમ અગાઉ દાઉદ માટે કામ કરતો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે 27 જૂન, 2013ના રોજ રાત્રે 8.30 કલાકે અબુ સાલેમ પર જેલના જ એક અન્ય કેદી દેવેન્દ્ર બાબુરાવ જગતાપ દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી. આ ગોળી સાલેમના હાથમાં વાગી હતી. અબુ સાલેમને વશીમાં આવેલી નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જગતાપ એડવોકેટ સઇદ આઝમી હત્યા કેસમાં દોષિત છે. કહેવાય છે તે તેને હથિયાર ટિફિન બોક્સમાં પહોંચાડવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં પણ અબુ સાલેમ પર જેલમાં હુમલો થયો હતો. તે સમયે તેઓ મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ હતા. આ હુમલા બાદ જ તેમને તલોજા જેલમાં ખસેડવામાં આવ્યા હતા. વર્ષ 2005માં તેમને મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કથિત ભૂમિકા બદલ પોર્ટુગલથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા.

અબુ સાલેમ પરના આરોપમાં કહેવામાં આવ્યું હતું કે અબુ સાલેમે દાઉદ ઇબ્રાહિમે રચેલા એક કાવતરા અંતર્ગત બોમ્બ વિસ્ફોટોમાં પોતાના સહયોગીઓને હથિયાર અને વિસ્ફોટકોને જથ્થો પૂરો પાડ્યો હતો.

English summary
Attack on Abu Salem : Four policemen suspended
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X