સ્ટાર્ટઅપના ટોટલ ફંડિગમાં આ વર્ષે ઘટાડો નોંધાયો
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સ્ટાર્ટઅપના ટોટલ ફંડિગમાં આ વર્ષે ઘટાડો નોંધાયો
સ્ટાર્ટઅપના ફંડની દેખરેખ રાખી રહેલી કંપની Tracxnને 2016ના પ્રથમ 6 મહિનામાં સૌથી વધુ રોકાણ મેળવનાર કંપનીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. Tracxnના અહેવાલ પ્રમાણે વર્ષ 2015માં સ્ટાર્ટઅપ્સ માટે ઘણું સારુ રહ્યું હતું. 2016ના રહેલા ત્રિમાસિક ગાળામાં રોકાણમાં ગત વર્ષની સરખામણીએ 60 ટકાનો વધારો નોંધાયો હતો.

'મન કી બાત' બાદ હવે મોદી કરશે 'સીધી બાત'
રેડિયો પર 'મન કી બાત' કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 'સીધી બાત' કરશે. મોદીની 'સીધી વાત'ની શરૂઆત શનિવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડીયમથી થઇ રહી છે. સીધી બાતમાં તેઓ દેશના 2000 લોકો સાથે રુબરુ થશે અને તેમના પ્રશ્નોનો જવાબ આપશે.

ભારતીય એરફોર્સનું હૉક એડવાન્સ જેટ વિમાન પશ્ચિમ બંગાળમાં તૂટ્યું
ગુરુવારે ભારતીય વાયુસેનાનું એક હૉક એડવાંસ્ડ જેટ વિમાન (એજેટી) પશ્ચિમ બંગાળમાં તૂટી પડ્યું હતું. વિમાને 11 વાગે કલાઈકુંડા એયર બેસથી ઉડાન ભર્યું હતું. ઉડાન ભર્યાના થોડા સમયમાં તેમાં ખરાબી આવી ગઈ હતી, બન્ને પાયલોટો સુરક્ષિત છે. તપાસ માટે કોર્ટ ઑફ ઈન્કવાયરીની જાહેરાત કરવામાં આવી છે.

ટ્રાફિકના નિયમ તોડવા પર ભરવો પડશે આટલો દંડ
ડ્રંક એન્ડ ડ્રાઈવમાં 1000 સુધીનો દંડ, સીટ બેલ્ટ અને હેલ્મેટના કાયદાના ભંગ માટે 1000નો દંડ તથા 3 મહિના માટે લાઈસન્સ સસ્પેન્ડ. ઓવરલોડિંગ બાબતે 20000 સુધીનો દંડ. વધુ પડતી ઝડપથી ગાડી ચલાવવા પર 1000થી 4000 સુધીનો દંડ.

આસામની કોકરાઝાર માર્કેટમાં હુમલો, 14નાં મોત
અસમના કોકરાઝારમાં બાલજાન માર્કેટમાં ગ્રેનેડ હુમલો થયો હતો. હુમલામાં 14 લોકોનાં મોતના અહેવાલ મળ્યા છે. વિસ્ફોટ બાદ હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હોવાનો અહેવાલ મળ્યો છે. અસમના ડીજીપીએ થોડા દિવસો અગાઉ જ આ પ્રકારના હુમલાની આશંકા વ્યક્ત કરી હતી.

દેશના સન્માન માટે પાક.માં લંચ ન લીધુંઃ રાજનાથ સિંહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સાર્ક સમિટિમાં ભાગ લેવા ઇસ્લામાબાદ ગયા હતા. અહ્યાં તેમણે આતંકવાદ સામે એક થવા સાર્ક રાષ્ટ્રોને આહ્વાન કર્યું. કહ્યું કે પાકિસ્તાનના ગૃહ પ્રધાને મને જમવાનું આમંત્રણ આપ્યું હતું પણ મેં ઠુકરાવી દીધું.

ભારતીયોની મદદ માટે સાઉદી પહોંચ્યા વી. કે. સિંહ
સાઉદી અરબમાં અંદાજે 10 હજાર જેટલા ભારતીયો ફસાયા છે. તેમને લેવા સાઉદી અરબ પહોંચેલા વી.કે. સિંહનું જીંદાબાદના નારા સાથે સ્વાગત કરાયું હતું. આ ભારતીયોની નોકરી છૂટી ગઇ છે અને કંપનીઓએ તેમના હાલ પર છોડી દીધા હતા. 300થી વધુ ભારતીયોને ભારત પહોંચાડી દેવામાં આવ્યા છે.

મુંબઇમાં ભારે વરસાદની આગાહી
હવામાન ખાતાએ મુંબઇ અને તેના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી. થાણે અને મુંબઇ કોર્પોરેશનને પણ એલર્ટ કરી દેવાયાં છે. આગામી 48 કલાકમાં વરસાદ તાંડવ કરી શકે છે.

મુંબઈ-ગોવા પુલ દુર્ઘટનામાં મરણાંક 14 થયો
મહારાષ્ટ્રમાં સાવિત્રી નદીમાં આવેલા પુરના કારણે બુધવારે સવારે મુંબઈ-ગોવાને જોડતો પુલ તણાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 14 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. બસ ડ્રાઈવર શ્રીકાંત કાંબલેનો મૃતદેહ ઘટના સ્થળેથી 130 કિમી દૂર દરિયા પાસે મળ્યો છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
